પુત્રના હત્યારાને જામીન પર છોડાવ્યો, પછી માથામાં 3 ગોળી મારી, માણસે લીધો 'બદલો'

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાના પુત્રની હત્યાનો બદલો લેવા માટે ભયાનક રીત અપનાવી. બદલો લેવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો. આ વ્યક્તિએ પહેલા વકીલની મદદથી પુત્રના હત્યારાને જેલમાંથી જામીન પર છોડાવ્યો, પછી તેની હત્યા કરી. પુત્રનો હત્યારો વ્યક્તિનો નજીકનો સંબંધી હતો. આ રીતે માણસે પોતાના પુત્રની હત્યાનો બદલો લીધો.

મીડિયા સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર, મિતૌલી વિસ્તારમાં 50 વર્ષીય ખેડૂતના 14 વર્ષના પુત્રની હત્યા તેની પત્ની અને નજીકના સંબંધીએ કરી હતી. શુક્રવારે રાત્રે 47 વર્ષીય શત્રુઘ્ન લાલાને માથામાં ત્રણ ગોળી વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કાશીની પત્નીએ 2021માં લાલાની મદદથી પોતાના જ પુત્ર જીતેન્દ્રની હત્યા કરી નાખી હતી. જ્યારે છોકરાએ કથિત રીતે બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. તે સમયે 50 વર્ષીય ખેડૂત એક અલગ કેસમાં જેલમાં હતો.

પોલીસે જણાવ્યું હતું કે, મહિલા અને લાલાની ત્યાર પછી સગીરની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ કાશી હંમેશા તેના પુત્રના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. એવું માનવામાં આવે છે કે, ડિસેમ્બર 2022માં જેલમાંથી બહાર આવ્યા પછી, કાશીએ લાલાની જામીન સુનિશ્ચિત કરવા માટે એક વકીલને રાખ્યો હતો. એપ્રિલના પહેલા સપ્તાહમાં લાલાને જામીન મળી ગયા અને ત્યારથી કાશી તેને મારવાની તક શોધી રહ્યો હતો.

પોલીસે કહ્યું કે તેઓએ આ કેસમાં કાશી વિરુદ્ધ પુરાવા મેળવ્યા છે. કાશી ખીરી જેલમાં બંધ હતો અને સ્થાનિક વિવાદમાં 2020ના એક હત્યા કેસમાં સહ-આરોપી હતો. વર્ષ 2021માં તેમનો 14 વર્ષનો પુત્ર જિતેન્દ્ર અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો. થોડા દિવસો પછી તેનો મૃતદેહ નદીના કિનારે પડેલો મળ્યો. પોલીસને લાગ્યું કે જિતેન્દ્રનું મૃત્યુ ડૂબી જવાથી થયું હશે, તેથી કેસ વગેરે નોંધવામાં આવ્યો નહતો.

ત્યાર પછી, કાશીની પત્ની અને લાલા વચ્ચે થોડો મતભેદ થયો અને તેણે ઓક્ટોબર 2021માં FIR દાખલ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો. તપાસ બાદ પોલીસે બંનેને જિતેન્દ્રની હત્યામાં સંડોવાયેલા હોવાનું શોધી કાઢીને જેલમાં મોકલી દીધા હતા. બીજી તરફ જેલમાં રહેલા કાશીને જ્યારે પુત્રના મૃત્યુની ખબર પડી ત્યારે તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.