BJP MLAના પુત્રએ કરી આત્મહત્યા, મિત્રને મળવા ઘરેથી નીકળ્યો હતો

PC: aajtak.in

ઝારખંડના ધનબાદમાં BJPના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોના પુત્ર વિવેકે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વાત રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રેની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે. વિવેકના નજીકના મિત્રો પાસેથી પણ માહિતી લેવામાં આવશે. હાલ પૂરતું આ ઘટનાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

મળતી માહિતી મુજબ, ધનબાદની સિન્દ્રી વિધાનસભા સીટના BJP ધારાસભ્ય ઈન્દ્રજીત મહતો બે વર્ષથી બીમાર છે. પરિવારે જણાવ્યું કે, રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે ઈન્દ્રજીત મહતોનો મોટો પુત્ર વિવેક મિત્રોને મળવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી જાણવા મળ્યું કે, વિવેકે સલ્ફાસની ગોળીઓ ખાધી હતી અને તેની તબિયત બગડી હતી. પરિવારે તરત જ વિવેકને રાંચીની મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યો. જોકે, તબિયતમાં સુધારો ન થતાં સોમવારે સવારે વિવેકનું મોત થયું હતું.

ઘટનાના સંબંધમાં, પરિવારના સભ્યોએ જણાવ્યું કે, વિવેક રવિવારે રાત્રે રાંચીના સિલ્લી ગ્રામીણ વિસ્તારમાં સ્થિત પોલિટેકનિક કોલેજમાં તેના મિત્રને મળવાનું કહીને બહાર ગયો હતો. તે પછી, તેમને સલ્ફા ખાવા વિશે ખબર પડી.

કહેવામાં આવ્યું હતું કે, વિવેકના પિતા BJP ધારાસભ્ય ઈન્દ્રજીત છેલ્લા બે વર્ષથી ગંભીર રીતે બીમાર છે. વર્ષ 2021માં તેમને કોરોના થયો હતો. ત્યારથી ધારાસભ્યની હાલત સારી નથી. મહાતોને કોરોના પછીની અસરને કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેની સારવાર ચાલી રહી છે.

વિવેકના મૃત્યુ પર BJP નેતા નિતાઈ રાજવારે જણાવ્યું કે, વિવેક તેના પિતા ઈન્દ્રજીતની લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે ડિપ્રેશનમાં હતો. આ સિવાય તે પોતાના અભ્યાસને લઈને પણ તણાવમાં હતો. થોડા દિવસો પહેલા તે દિલ્હીમાં B.Techની પરીક્ષા આપીને રાંચી પહોંચ્યો હતો.

ઘટનાની જાણકારી મળ્યા બાદ, BJP ધારાસભ્ય સમરી લાલ અને JMMના ધારાસભ્ય મથુરા પ્રસાદ મહતો રાંચીના રિમ્સ પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચ્યા અને મામલાની પૂછપરછ કરી. જ્યારે, BJP નેતા બાબુલાલ મરાંડીએ પણ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. વિવેકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ગ્રામીણ SP નૌશાદ આલમે જણાવ્યું કે, ઘટના અંગે માહિતી લેવામાં આવી રહી છે. પરિવારના સભ્યો સહિત અન્ય પરિચિતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃત્યુનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp