રાહુલ ગાંધી હવે ખેતરમાં પહોંચી ગયા,ખેડૂતો સાથે પાકની વાવણી કરી, જુઓ Photos

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેક વખત લોકોને સરપ્રાઇઝ આપતા રહે છે, તાજેતરમાં બાઇક મિકેન્ક્સ પાસે બાઇક રિપેરીંગ શિખનાર રાહુલ હવે ખેતરમાં પહોંચી ગયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા તે દિલ્હીમાં એક બાઇક મિકેનિકની દુકાનમાં જોવા મળ્યા હતા, એ પહેલા ટ્રક ડ્રાઇવરો સાથે ફર્યા હતા અને હવે તે ખેતરોમાં જોવા મળ્યા છે. શનિવારે સવારે તેઓ હરિયાણાના સોનીપતના એક ગામમાં પહોંચ્યા અને ડાંગર રોપવાનું શરૂ કર્યું. ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું નફરત નહીં પ્રેમ વ્હેંચવા નિકળ્યો છું.રાહુલ ગાંધીની અચાનક એન્ટ્રીથી ખેડુતો ખુશ થઇ ગયા હતા અને પરિવાર સાથે તસ્વીરો પડાવી હતી.

વાસ્તવમાં, રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશ જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેઓ રસ્તામાં સોનીપતના મદીના ગામના ખેતરમાં પહોંચ્યા જ્યાં ડાંગરનું વાવેતર કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રેક્ટર વડે ખેતર ખેડ્યું અને અન્ય મજૂરો સાથે ડાંગરનું વાવેતર પણ કર્યું. રાહુલે ત્યાં હાજર ખેડૂતોની હાલત પૂછી અને ખેતી વિશે વાત કરી. રાહુલ ગાંધીને અચાનક તેમની વચ્ચે જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તાજેતરમાં રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગની સાયકલ માર્કેટમા પહોંચી ગયા હતા. અહીં તેમણે સાયકલના કારીગરો અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધી બાઇક મિકેનિક્સ સાથે પણ વાત કરી હતી અને બાઇક રિપેરીંગ શીખ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીએ કરોલ બાગના સાયકલ માર્કેટમાં રાહુલ ગાંધી પહોંચવાની તસવીરો શેર કરતા કહ્યું કે આ હાથ ભારત બનાવે છે. આ કપડાં પરના લાગેલા ડાઘ આપણી ખુદ્દારી અને ગૌરવ છે. આવા હાથોને પ્રોત્સાહિત કરવાનું કામ એક જ કરે છે. દિલ્હીના કરોલ બાગ ખાતે બાઇક મિકેનિક્સ સાથે રાહુલ ગાંધી. ભારત જોડો યાત્રા ચાલુ છે.

ભારત જોડા યાત્રા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામાન્ય લોકો સુધી પહોંચીને તેમની સાથે સીધો સંવાદ કરી રહ્યા છે અને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે. આ પહેલાં 23 મેના દિવસે રાહુલ ગાંધીએ દિલ્હીથી ચંદીગઢની યાત્રા ટ્રકમાં કરી હતી અને ટ્રક ડ્રાઇવરો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા સાંભળી હતી. આ પહેલા રાહુલ ગાંધીએ બેંગલુરુમાં એક ફુડ ડિલીવરી બોય સાથે સવારી કરી હતી, જેનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.