સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા

PC: hindi.oneindia.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ સંબંધી સમસ્યા ઉભી થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અગાઉ પણ કોરોનાને કારણે સોનિયાને આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી વાઢ્રા હોસ્પિટલમાં તેમની સાથે ગયા છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને 4 જાન્યુઆરી, બુધવારે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. PTIના જણાવ્યા મુજબ સોનિયા ગાંધી નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ઘણા સમયથી શ્વાસની તકલીફ ચાલી રહી છે. સોનિયા ગાંધીની સાથે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલ ગયા છે.

સુત્રોએ કહ્યુ હતું કે સોનિયા ગાંધી મંગળવારથી જ અસ્વસ્થ હતા. એ જ કારણોસર પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી મંગળવારે સાંજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશનારી ભારત જોડો યાત્રામાં 7 કિ.મી. પગપાળા ચાલીને દિલ્હી પાછા ફર્યા હતા.

ઉત્તર પ્રદેશના બાગપતના મવીકલાંમાં રાત્રી રોકાણ કર્યા પછી કોંગ્રેસની ભારત જોડો યાત્રા ફરી બુધવારે સવારે 6 વાગ્યાથી શરૂ થઇ હતી. જો કે, પ્રિયંકા ગાંધી સવારે રાહુલ ગાંધી સાથે યાત્રામાં સામેલ નહોતા થઇ શક્યા. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે, બપોર પછી પ્રિયંકા ગાંધી સામેલ થવાની શક્યતા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડ સંબંધી સમસ્યાઓને કારણે જૂન મહિનામાં પણ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે થોડાક દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.

24 ડિસેમ્બરના રોજ સોનિયા ગાંધીએ દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો અને રાહુલ ગાંધી સાથે થોડા અંતર સુધી ચાલીને ગયા હતા. આ બીજી વખત હતું જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે અગાઉ ઓક્ટોબરમાં જ્યારે ભારત જોડો યાત્રા કર્ણાટકમાં હતી ત્યારે યાત્રામાં ભાગ લીધો હતો. સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે થોડીવાર ચાલ્યાહતા.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છેલ્લાં 108 દિવસોમાં 49 જિલ્લા અને 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થઇ ચૂકી છે. રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રા તમિલનાડુ, કેરળ,કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યો સામેલ છે. ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પુરી થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp