26th January selfie contest

'સોરી ભાઈ અમારી મજબૂરી છે ચોરી કરવાની, પણ તમારો ફ્લોર બહુ મજબૂત હતો', સોનું...

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મેરઠમાં ચોરોએ ફરી એકવાર જ્વેલરીની દુકાનને નિશાન બનાવી છે. સુરંગ ખોદીને ચોરો દુકાનની અંદર પહોંચ્યા અને દાગીનાની લૂંટ કરીને ભાગી ગયા. હદ તો ત્યારે થઈ જ્યારે ચોરોએ જ્વેલરીની દુકાનમાં હાથ સાફ કર્યા બાદ એક કાપલી છોડી દીધી જેના પર ફ્લોરની મજબૂતીના વખાણ કરવામાં આવ્યા છે.

ઘટના મેરઠના નૌચંદી પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢ રોડની છે જ્યાં ચોરોએ અંબિકા જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. સુરંગ ખોદીને ચોરોએ દાગીનાની દુકાનમાં લૂંટ ચલાવી અને એક કાપલી છોડી દીધી જેમાં ચોરોએ તેમની લાચારી પણ જણાવી છે. ચોરોએ તે કાપલીમાં લખ્યું છે કે, 'માફ કરજો ભાઈ અમારી મજબૂરી છે, ચોરી કરવા બદલ અમને માફ કરજો પણ તમારું ફ્લોર બહુ મજબૂત છે.' આ ચોરીની સંપૂર્ણ જવાબદારી ચુન્નુ-મુન્નુ ગેંગે લીધી છે. પોલીસે કાપલી કબજે કરી છે. પોલીસે કાપલી પરના ફિંગર પ્રિન્ટના આધારે બદમાશોની શોધખોળ શરૂ કરી છે.

અંબિકા જ્વેલર્સના માલિક પિયુષ ગર્ગને ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ તેમની દુકાન ખોલવા પહોંચ્યા. ચોરોએ ગટરમાંથી સુરંગ ખોદીને તેની દુકાનમાં ફ્લોરમાંથી પ્રવેશ કર્યો હતો અને તેના કાઉન્ટરમાંથી સોના-ચાંદીની વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ગાંધીનગર નૌચંદી ખાતે રહેતા પિયુષ ગર્ગનો નંદન સિનેમા સામે ન્યૂ અંબિકા જ્વેલર્સ નામનો શોરૂમ છે. શોરૂમની નીચેથી ગટર નીકળી રહી છે. સોમવારે રાત્રે બદમાશોએ ગટરની અંદરથી 10 ફૂટની સુરંગ ખોદીને શોરૂમમાં પ્રવેશ કર્યો હતો. બદમાશો લાખો રૂપિયાનો સામાન લઈને નાસી ગયા હતા.

ચોરોએ તિજોરી કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના માટે તેઓ પોતાની સાથે ગેસ કટર પણ લાવ્યા હતા. દુકાનના માલિક પિયુષે તેના સાથી વેપારીઓ અને બુલિયન એસોસિએશનના અધિકારીઓને ચોરીની જાણ કરી હતી.

આ પછી બુલિયન વેપારીઓ સ્થળ પર એકઠા થઈ ગયા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દુકાનદારોએ તેમને અંદર જવા દીધા ન હતા અને પોલીસ ગો બેકના નારા લગાવી રહ્યા હતા.

રોષે ભરાયેલા દુકાનદારોએ કહ્યું કે, ચોરો બુલિયન વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ પોલીસ કોઈને પકડી શકતી નથી. મેરઠમાં આ ચોથી ઘટના છે જ્યારે ચોર સુરંગ દ્વારા ઝવેરાતની દુકાનમાં પ્રવેશવામાં સફળ થયા છે.

વેપારીઓ દુકાનની બહાર ધરણા પર બેસી ગયા, ત્યારબાદ મેરઠના સિટી SP પીયૂષ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ અને વેપારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ જ્વેલરીના શોરૂમમાં ચોરી થઈ ચૂકી છે. તે ગેંગમાં ચુન્નુ-મુન્નુ ગેંગ સામેલ હતી. વેપારીઓનું કહેવું છે કે, આવી ચોરી કર્યા પછી માફી માગીને એ જ ટોળકી નીકળી જાય છે. પોલીસનું એમ પણ કહેવું છે કે, આ ગેંગ ખૂબ જ સક્રિય છે. હજુ સુધી કોઈ પકડાયું નથી. સંભવતઃ આ ટોળકીએ આ ચોરીને અંજામ આપ્યો છે.

વેપારીઓએ જણાવ્યું કે, શોરૂમમાં પ્રવેશવા માટે ગટરમાંથી સુરંગ બનાવવામાં આવી છે. 10 ફૂટથી વધુ લાંબી સુરંગ બનાવવી એ એક દિવસનું કામ નથી. જ્યારે સુરંગ બનાવવામાં આવી રહી હતી ત્યારે પોલીસ શું કરી રહી હતી? જ્યારે પોલીસની બેદરકારી સામે આવી ત્યારે SSP રોહિત સિંહ સજવાને નૌચંદી ઈન્સ્પેક્ટરને લાઈન હાજર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp