26th January selfie contest

'સોરી પાપા-મમ્મી, આ શક્ય નહીં બને' વિદ્યાર્થિનીએ ફાંસી લગાવી, IRSએ જણાવી કહાની

PC: aajtak.in

રાજસ્થાનના દૌસા જિલ્લામાં 10મા ધોરણની એક છોકરીએ પરીક્ષા પહેલા જ પોતાનો જીવ આપી દીધો છે. તે વધારે નંબરો લાવવાના દબાણથી પરેશાન હતી. રાજ્યમાં 16 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીનીએ ગુરુવારે સવારે જ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની જાણ થતાં લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. UPSC પાસ કરનાર IRS ઓફિસરે પોતાની નિષ્ફળતાની કહાની જણાવી છે. તેણે કહ્યું છે કે, તે ધો.10માં પણ નાપાસ થયા હતા, પરંતુ ત્યાર પછી અઘરી પરીક્ષાઓ પાસ કરી હતી.

મહેસૂલ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા દેવ પ્રકાશ મીણાએ આ સમાચાર શેર કર્યા છે અને તેમના અનુભવ વિશે જણાવ્યું છે. તેણે ટ્વીટમાં લખ્યું, 'કોઈ આ બાળકોને કહે કે હું 10મામાં એક વખત નાપાસ થયો હતો, બીજા વર્ષે 43%, 12મામાં 56% અને BA ઓનર્સમાં 48% સાથે પાસ થયો હતો. જ્યારે મેં મારો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે પ્રથમ પ્રયાસમાં, મારી પસંદગી RAS સબઓર્ડિનેટ સર્વિસમાં થઈ, પછી અંતે કુલ 3 વખત UPSCની સિવિલ સર્વિસમાં પસંદગી થઈ.' લોકો તેમના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આમાં મરતા પહેલા સ્ટુડન્ટે લખ્યું, 'મને માફ કરી દો, પપ્પા, મમ્મી. હું કરી શકીશ નહીં. હું 95%થી વધુ લાવી શકીશ નહિ. હું આ 10માના વર્ગથી પરેશાન થઇ ગઈ છું. હું હવે સહન કરી શકતી નથી. હું તમને પ્યાર કરું છું, પપ્પા, મમ્મી અને ઋષભ. મને માફ કરો.' અંતે તેણે તેની સહી કરી છે. અને સાથે સ્માઈલી ઈમોજી પણ બનાવ્યું હતું.

એક યુઝરે કહ્યું, 'ખૂબ જ દુઃખદ છે, બાળકોએ આ રીતે હિંમત ન હારવી જોઈએ, દેવ પ્રકાશ મીણા સર જુઓ. તેણે પોતાની નિષ્ફળતાને સફળતામાં કેવી રીતે ફેરવી, તે જોઈને વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ. અને મેં 10મું પાસ કર્યું છે. મારા 10મામાં 53.67% હતા, હવે હું 11મામાં છું સર. શું હું UPSC ની તૈયારી કરી શકું?'

અન્ય એક યુઝરે કહ્યું, 'આજથી મારા બાળક પર અભ્યાસનું દબાણ કરવાનું બંધ કરી દઈશ. હું ખાલી-ખોટ્ટો તેના પર દબાણ કરતો હતો કે, દીકરા, તારે નવોદય પાસ કરવી પડશે.' ત્રીજા યૂઝરે કહ્યું, 'બાળકોની ભૂલ બિલકુલ નથી, આ બધા શુભચિંતકોની ભૂલ છે. તેમાં મુખ્યત્વે તેમના માતાપિતા અને તેમની આસપાસના લોકો છે. બાળકોના શિક્ષણનું એક જાહેરાત તરીકે સમગ્ર વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp