સોરી પપ્પા, હવે કશું બચ્યું નથી, જઇ રહ્યો છું, પરીક્ષા રદ્દે યુવાનનો ભોગ લીધો

PC: aajtak.in

રાજસ્થાનના હનુમાનગઢમાં એક યુવાને જંતુનાશક દવા પીને આપઘાત કરી દેવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.  છોકરો 6 દિવસથી ગુમ હતો, પરિવારે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કમનસીબે સિંચાઇ વિભાગના ખાલી પડેલા એક મકાનમાંથી તેનો મૃતદે મળ્યો છે અને તેની પાસે જંતુનાશક દવાની ખાલી બોટલ પણ મળી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ર્સ્પધાત્મક પરિક્ષા પાસ કરવા છતા યુવાનને સરકાર નોકરી નહોતી મળતી એટલે ડિપ્રેશમાં  હતો. એવામાં તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે. યુવાને પોતાના પિતાને સંબોધન કરીને સ્યુસાઇડ નોટ પણ લખી છે.

રાજસ્થાનના હનુમાનગઢીમાં કન્હૈયાલાલ નામના યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. પોલીસે કહ્યું હતું કે, કન્હૈયાલાલે Rajasthan Eligibility Examination for Teacher (REET) પરીક્ષા પાસ કરવા છતા તેને સરકારી નોકરી મળી નહોતી રહી. જેને કારણે ડિપ્રેશનમાં આવીને તેણે જતુંનાશક દવા પીને જીવન ટુંકાવી દીધું છે.

પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં કન્હૈયાલાલે લખ્યું છે કે Sorry પપ્પા, હવે મારી પાસે કશું બચ્યું નથી, હું જઇ રહ્યો છું. તમે તમારું અને બધાનું ધ્યાન રાખજો. અનિલ અને સુનિલ બંને ભાઇઓ સારા છે, તમે લોકોએ મારા માટે ઘણું કર્યું છે, પરંતુ હું કશું કરી શક્યો નથી. યુવાન કન્હૈયાલાલે Sorry લવ સપના એવું પણ લખ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ કન્હૈયાલે એક વખત  REETની પરીક્ષા આપી હતી, જેમાં તેનો 135મો નંબર આવ્યો હતો. તેને વિશ્વાસ હતો કે આ વખતે તો તેને સરકારી નોકરી મળી જ જશે. પરંતુ એ પરીક્ષા રદ થઇ ગઇ. એ પછી કન્હૈયાલાલે વનપાલની પરીક્ષા આપી હતી તો એ પરીક્ષા પણ રદ થઇ ગઇ હતી. ફરી એક વખત કન્હૈયાલાલ REETની પરીક્ષાની તૈયારી કરતો હતો, પરંતુ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો.

જેના કારણે તેણે આ પગલું ભરીને જંતુનાશક દવા પીને જીવનનો અંત આણ્યો હતો. 24 ડિસેમ્બરે સિનિયર શિક્ષકની ભરતીમાં GKનું પેપર હતું, પરીક્ષા પહેલા જ કન્હૈયાલાલે આત્મહત્યા કરી લીધી હતી.આ પેપર પણ લીક થયું હતું.કનૈયા લાલનો મોટો ભાઈ ધરમપાલ સરકારી શિક્ષક છે.પોલીસે કહ્યું હતું કે કન્હૈયાલાલના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp