સપાના ધારાસભ્યે પોલીસ સ્ટેશનની અંદર ભાજપના નેતાને માર માર્યો, જુઓ વીડિયો

PC: newsdrum.in

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે ભારતીય જનતા પાર્ટીના નગર પાલિકા પ્રત્યાશી રશ્મિ સિંહના પતિ દીપક સિંહને પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો. પોલીસ એ દરમિયાન બચાવ કરતી નજરે પડી, પણ સપા ધારાસભ્ય ન થોભ્યા. આ આખી ઘટના અમેઠી જિલ્લાના ગૌરીગંજ પોલીસ સ્ટેશનની છે. આ મુદ્દે SPનું કહેવું છે કે, અચાનક બન્ને પક્ષ સામ સામે આવી ગયા હતા. જેથી વાત મોટી થઇ ગઇ હતી. હવે મુદ્દો શાંત થયો છે. બન્ને લોકો વિરૂદ્ધ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહનું કહેવું છે કે, દીપક સિંહે પોલીસ સ્ટેશનમાં આવીને ગાળા ગાળ કરી હતી, ત્યાર પછી તેમણે પોતાનું સંતુલન ખોઇ દીધું. સપા ધારાસભ્યનું કહેવું છે કે, ભાજપ પ્રત્યાશીના પતિ દીપક સિંહ સમર્થકો સાથે મળીને સપા સમર્થકોને મારતા હતા, પણ પોલીસે કોઇ કાર્યવાહી ન કરી. જેને લઇને તેઓ ધરણા પર બેઠા હતા. આ દરમિયાન દીપક સિંહ ગૌરીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં પહેલેથી જ હાજર સપા ધારાસભ્ય અને તેમના સમર્થકોએ માર માર્યો. દીપક સિંહ કોઇ રીતે જીવ બચાવીને પોલીસ સ્ટેશનની અંદર ભાગ્યા.

સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે આરોપ લગાવ્યો કે, સતત 15 દિવસથી મારા કાર્યકર્તાઓને માર મારવામાં આવતો હતો અને સમર્થકોની ગાડીઓ તોડી નાખી હતી. સમર્થકોને ગાળ આપવામાં આવતી હતી. હું સતત પોલીસને કહી રહ્યો છું. ફોન કરીને પણ પોલીસને આ વિશે સૂચિત કરી રહ્યો છું. કાલે અમારા અમુક કાર્યકર્તાઓનું અપહરણ પણ કરવામાં આવ્યું, પણ કોઇ ફરિયાદ ન હોતું નોંધી રહ્યું. તેથી લોકતાંત્રિક રીતે અમે અનશન પર બેઠા અને જ્યારે CO અને CMD આવ્યા, ત્યારે મેં તેમને એમ કહ્યું કે, હું બહાર સુરક્ષિત નથી. મને સુરક્ષા આપો.

રાકેશ પ્રતાપ સિંહે દાવો કર્યો છે કે, આજે હું પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠો હતો, ત્યારે દીપક સિંહે પોલીસ સ્ટેશનના ગેટ પર તેમના ભાઇની ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ઘણી ઇજાઓ પહોચી. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનની અંદર આવીને મને ગાળો આપવા લાગ્યા, ત્યાર બાદ મેં હાથ ઉપાડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp