બનારસમાં ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર રખાયા, જુઓ વીડિયો

PC: amarujala.com

ટામેટાના ભાવ હાલ આસમાને ચાલી રહ્યા છે. વારાણસી સહીત દેશના કેટલાક શહેરોમાં ટામેટાનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઇ ગયો છે. થોડા દિવસ પહેલા સુધી ટામેટાના ભાવ 15થી 20 રૂપિયા પ્રતિ કિલો હતા જે જુલાઇ મહિનાના પહેલા દિવસથી જ વધી રહ્યા છે. વારાણસીમાં ટામેટા 120થી 150 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. તેને જોતા જ લંકા ક્ષેત્રના નગવાંમાં શાકભાજી વેચનારા સપા કાર્યકર્તા અજય ફૌજીએ વિરોધ વ્યક્ત કરતા પોતાની દુકાન પર બાઉન્સર રાખ્યા છે અને પોસ્ટર પણ લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે, પહેલા પૈસા પછી ટામેટા, મહેરબાની કરી ટામેટાને ન અડકો.

આ વાત શાકભાજી વેચનારા અજય ફૌજીએ કહી કે, ટામેટા ઘણા મોઘા થઇ ગયા છે. મોંઘવારીના મારમાં લોકો 100 અને 50 ગ્રામ લઇ રહ્યા છે. કેટલીક જગ્યા પરથી સૂચના મળી છે કે, ટામેટાને લઇને મારામારી થઇ રહી છે. તો ક્યાંક ટામેટાની લૂંટ થઇ રહી છે. દરેક જગ્યા પર ટામેટાના કારણે વિવાદની સ્થિતિ જોવા મળી છે.

વિવાદથી બચવા માટે દુકાન પર પોતાની અને ટામેટાની સુરક્ષા માટે સપાના કાર્યકર્તાએ બે બાઉન્સર રાખ્યા છે. જ્યારે, બધા ટામેટા વેચાઇ જશે ત્યારે જ બાઉન્સરને જવાની રજા મળશે. દુકાનની બહાર બાઉન્સર ઉભા છે. કોઇપણ ગ્રાહક જ્યારે, શાકભાજીને હાથમાં લઇને મોલભાવ કરે છે તો બાઉન્સર તેને રોકી લે છે અને કહે છે કે, તમને જે જોઇએ તે માગીને લો. પહેલા પૈસા આપો અને પછી ટામેટા લો. ત્યાં હાજર કેટલાક લોકોએ કહ્યું કે, આ શાકભાજી વેચનારો સપાનો કાર્યકર્તા છે. તેના કારણે તે મોંઘવારીનો આ પ્રકારે વિરોધ કરીને ચર્ચામાં આવવા માગે છે. હવે આ દુકાનદારની ચર્ચા આખા શહેરમાં થવા લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp