અમેરિકા સાથે આ ખાસ હથિયાર માટે ભારતની અબજો ડૉલરની ડીલ થતા ચીનની ચિંતામાં વધારો

જાસૂસી બલૂન પર ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ વધુ વધ્યો છે. ચીનને એમ પણ અમેરિકા પોતાના માટે સૌથી મોટો પડકાર માને છે. તેમજ ભારત માટે પણ ચીન મોટું જોખમ છે. એવામાં અમેરિકા અને ભારત મળીને ચીનના ફેણને કચડવાની રણનીતિ અપનાવી રહ્યા છે. આ કડીમાં અમેરિકા ભારત સાથે 3 અબજ ડૉલરની ડીલ કરી શકે છે. તે અંતર્ગત એક એવું ખતરનાક હથિયાર ભારતની પાસે આવી જશે, જેનાથી ચીનના હોંશ ઉડવાના છે. LOCના દુર્ગમ પહાડી વિસ્તારમાં આ હથિયાર ખૂબ જ અસરદાર સાબિત થશે. આ હથિયાર છે હુમલાવર ડ્રોન 30 MQ- 9B, જેનાથી ચીન ગભરાય છે.

ચીનના પડકારને જોતા અમેરિકા વહેલામાં વહેલુ ભારતને પોતાના હુમલાવર ડ્રોન 30 MQ- 9B આપી શકે છે. બંને દેશ ઈચ્છે છે કે, હુમલાવર ડ્રોનને લઈને 3 અબજ ડૉલરની આ ડીલ ઓછામાં ઓછાં સમયમાં થઈ જાય. આ હુમલાવર ડ્રોનની મદદથી ભારત ચીન સાથે જોડાયેલી સરહદ (LAC) અને હિંદ મહાસાગર ઉપરાંત પોતાના પૂરા દેખરેખ તંત્રને મજબૂત કરી શકશે.

MQ- 9 રીપર ડ્રોનની મદદથી જ અમેરિકાએ ઓગસ્ટ 2022માં અફઘાનિસ્તાનના કાબૂલમાં અલ-કાયદાના સરગના અયમાન અલ-જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અમેરિકાએ આ ડ્રોનને છોડવા માટે હેલફાયર RX9 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. MQ- 9B ડ્રોન પણ આ ડ્રોન સીરિઝનો હિસ્સો છે. MQ- 9B પ્રીડેટર ડ્રોનને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા જરૂરિયાતોની દ્રષ્ટિથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આધિકારીક સુત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાથી ખરીદવામાં આવનારા કુલ 30 ડ્રોનોમાંથી ત્રણેય સેનાઓને 10-10 ડ્રોન સોંપવામાં આવશે.

આ ડ્રોન આશરે 35 કલાક સુધી હવામાં રહી શકે છે. તેને અમેરિકી ડિફેન્સ કંપની જનરલ એટોમિક્સે બનાવી છે, જે રિમોટથી સંચાલિત થાય છે. તેને દેખરેખ, ગુપ્ત જાણકારી ભેગી કરવા અને દુશ્મનના અડ્ડાઓને નષ્ટ કરવા સહિત ઘણા ઉદ્દેશ્યો માટે તહેનાત કરવામાં આવી શકે છે. 450 કિલોગ્રામ વજનનો બોમ્બ અને ચાર હેલફાયર મિસાઈલ પણ આ ડ્રોન પોતાની સાથે કેરી કરી શકે છે. આ ડ્રોન MQ- 9B ના બે પ્રકાર છે, પહેલું સ્કાઈ ગાર્ડિયન અને બીજું સી ગાર્ડિયન. સ્કાઈ ગાર્ડિયન ડ્રોન ઉડાન ભર્યા બાદ 1800 માઈલ એટલે કે 2900 કિલોમીટર સુધી ઉડી શકે છે. એટલે કે તેને મધ્યભારતના કોઈ એરબસને ઉડાવવામાં આવશે, તો તે જમ્મૂ-કાશ્મીરમાં ચીન અને પાકિસ્તાનની સરહદ સુધી નિગરાની કરી શકે છે. આ ડ્રોન 50 હજાર ફૂટની ઊંચાઈ પર 35 કલાક સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે. આ ઉપરાંત, આ ડ્રોન 6500 પાઉન્ડનો પેલોડ લઈને ઉડી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત લાંબા સમયથી આ તાકાતવર ડ્રોનને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 2017માં પહેલીવાર અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સોદા પર ચર્ચા કરી હતી. જોકે, તે સમયે આ ડીલ થઈ શકી ન હતી. માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના અમેરિકી સમકક્ષ જેક સુલવિને આ મુદ્દા પર ચર્ચા કરી છે. આ ચર્ચા બાદ આ ડીલ ટૂંક સમયમાં ફાઇનલ થઈ શકે છે. અમેરિકી સહાયક વિદેશ મંત્રીએ કહ્યું, બંને દેશોએ આ ડ્રોન ડીલ પ્રત્યે રસ દાખવ્યો છે.

બે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનની સાથે ભારતના સંબંધ મુશ્કેલ સમયમાં છે. એ પ્રમાણે ભારતની સૈન્ય તાકાતમાં પ્રીડેટર ડ્રોનનું સામેલ થવુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. 2020માં બોર્ડર પર ચીનના સૈનિકો સાથે થયેલી ઝડપ બાદ આ હથિયારની જરૂરિયાત હજુ વધી ગઈ છે.

ભારતના માનવ રહિત ડ્રોનનો ઉપયોગ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર દેખરેખ ઘણી વધારી દેવામાં આવી છે. એવામાં અમેરિકી MQ- 9B ડ્રોનને સામેલ કરવું ભારતના દેખરેખ તંત્રમાં એક મોટો અપગ્રેડ હશે. આ ઉપરાંત, ભારતીય નૌસેના હિંદ મહાસાગરમાં ચીનના સબમરીનો અને યુદ્ધપોતોની ગતિવિધીઓ પર નજર રાખવા માંગે છે. આ ડ્રોન તેના માટે પરફેક્ટ હશે. શ્રીલંકામાં Yuan Wang 5 જહાજની ડૉકિંગ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી નૌસૈનિક ગતિવિધી ભારત માટે રીપર ડ્રોનની આવશ્યકતાને હજુ વધુ મહત્ત્વપૂર્ણ બનાવી દે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.