રેપની ઘટનાઓ માટે પોર્ન સાઇટ જવાબદાર, શરિયત કાયદો લાગૂ કરો: એસટી હસન

PC: patrika.com

ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ડૉ. એસટી હસને બળાત્કારની ઘટનાઓને માટે સોશિયલ મીડિયા અને પોર્ન સાઇટોને જવાબદાર ઠેરવી છે. તેમણે શનિવારે (30 સપ્ટેમ્બરના રોજ) કહ્યું કે, પોર્ન સાઇટોને સખ્તાઈથી બંધ કરી દેવી જોઈએ કેમ કે યુવાન છોકરા, છોકરીઓ પોર્ન અને ગંદી ફિલ્મો જુએ છે તો તેમના શરીરની અંદર એક વિશેષ પ્રકારના હોર્મોન્સ બને છે જે તેમને બળાત્કાર કરવા માટે મજબૂર બનાવે છે.

તેમણે કહ્યું કે, જ્યારે 4 યુવાન છોકરા ખેતરની અંદર પોર્ન સાઇટ જુએ છે અને કોઈ ભૂલી પડેલી કે એકલી મહિલા કે છોકરી તેમની આગળથી જાય છે તો તેઓ ગુનાહિત ઘટનાને અંજામ આપી દે છે એટલે પોર્ન સાઇટો પર રોક લાગવી જોઈએ. સમાજવાદી પાર્ટીના સાંસદે દેશમાં બળાત્કારની ઘટનાઓને રોકવા માટે શરિયત કાયદાને લાગૂ કરવાની માગ પણ કરી. તેમણે કહ્યું કે, એવી ઘટનાઓમાં ઇસ્લામી કાયદા મુજબ સજા આપવી જોઈએ જેથી એવી ઘટનાઓ રોકાઈ જાય.

સમાજવાદી પાર્ટીના સાંસદે કહ્યું કે, જો હું શરિયત કાયદાની માગ કરીશ તો ઇસ્લામો ફોબિયાવાળા લોકો ઊછળી પડશે. એક ઉદાહરણ દુનિયા સામે છે સાઉદી અરબ. ત્યાં હત્યા કેમ થતી નથી, રેપ કેમ થતા નથી, ત્યાં કેમ ચોરીઓ થતી નથી કેમ કે ત્યાં શરિયતનો સખત કાયદો લાગૂ છે. તેમણે કહ્યું કે, ભારતમાં લોકો કાયદાનો દુરુપયોગ કરે છે. કાયદો લચીલો ન હોવો જોઈએ, પરંતુ કાયદો સખત હોવો જોઈએ, પરંતુ તેનો દુરુપયોગ ન થાય. રેપની કલમ 376નો દેશમાં ખૂબ દુરુપયોગ થઈ રહ્યો છે.

કયા પ્રકારે લોકો એક બીજાને ફસાવવા માટે પોતાની બહેન-દીકરીઓ પાસેથી ખોટા આરોપ લગાવીને આ કલમનો દુરુપયોગ કરી રહ્યા છે. આખા ભારતમાં ઇસ્લામ અને મુસ્લિમ વિરુદ્ધ રાજનીતિ થઈ રહી છે. તમે જુઓ બહુજન સમાજ પાર્ટી (BSP) સાંસદ સાથે અભદ્રતા કરનારા ભાજપના સાંસદ (રમેશ બિધુડી)નું કદ હજુ મોટું કરી દેવામાં આવ્યું. બની શકે છે આગળ તેમને મંત્રી પણ બનાવી દેવામાં આવે. મહિલા અનામત બિલ પર RJD નેતા અબ્દુલ બારી સિદ્દિકીના કથિત નિવેદન પર એસટી હસને કહ્યું કે હું તેમની ટિપ્પણીથી સહમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp