મધ્ય પ્રદેશના કુબેરેશ્વર ધામમાં ભાગદોડ, 2000 લોકો હોસ્પિટલમાં, 1નું મોત

PC: mpbreakingnews.in

મધ્ય પ્રદેશમાં આવેલા પંડિત પ્રદિપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ગુરુવારે ભાગદોડ મચી જવાને કારણે એક મહિલાનું મોત થયું છે અને 2,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષ મહોત્સવના પહેલાં દિવસે ભારે ભીડને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. કુબેશ્વર ધામમાં આજથી 7 દિવસીય શિવ મહાપુરાણ કથા અને રૂદ્રાક્ષ મહોત્સવનો પ્રારંભ થયો છે. પંડિત પ્રદીપ મિશ્રાના આશીર્વાદ લેવા અનેક ભક્તો પહોંચ્યા છે.

આ દરમિયાન રૂદ્રાક્ષ લેવાના ચક્કરમાં ભાગદોડ મચી ગઇ અને તેમાં એક મહિલાનું મોત થઇ ગયું છે. મોતને ભેટનાર મહિલા નાસિકના માલેગાંવથી આવેલી 50 વર્ષની મંગલા બાઇ હતી. ભાગદોડ મચી જતા મહિલાને ચકકર આવી ગયા હતા અને ઢળી પડ્યા હતા. લગભગ 2,000 લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. હજુ સુધી 3 મહિલાઓનો પત્તો લાગ્યો નથી.

કુબેરેશ્વર ધામમાં લગભગ 10 લાખ લોકોની હાજરી હોવાનો અંદાજ છે અને આટલી બધી ભીડને કારણે બધી વ્યવસ્થાઓ નિષ્ફળ ગઇ છે. 10-10 કલાક સુધી ગરમીમાં ઉભા રહેવાને કારણે લોકો ચકકર ખાઇને બેહોશ થઇ રહ્યા છે. ધામની આ ભીડને રોકવા માટે તંત્ર પણ લાચાર થઇ ગયું છે.

જાણવા મળેલી  વિગત મુજબ બુધવારે મહોત્સવના એક દિવસ પહેલાંથી જ 2 લાખ લોકો આવી ગયા હતા.શ્રધ્ધાળુઓની ભીડ જોઇને આયોજન સ્થળ પર એક દિવસ પહેલાંથી જ રૂદ્રાક્ષ વિતરણ કરવાનું શરૂ કરા દેવામાં આવ્યું હતું. તેમાં બીજા દિવસે એટલે કે ગુરુવારે 10 લાખ લોકોની ભીડ એકઠી થઇ ગઇ એમાં એવામાં ભાગદોડ મચી ગઇ અને દોડધામમાં 2,000 લોકોને ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પળવારમાં ખુશી શોકમાં પલટાઇ ગઇ હતી.

સવારે 10 વાગ્યા સુધી 5 લાખ ભક્તોને રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા પણ દોઢ લાખ રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. 40 કાઉન્ટર પરથી રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રૂદ્રાક્ષ ખરીદવા આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે કુબેશ્વર ધામમાં જે રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવે છે તે પાણીમાં નાખીને તે પાણી પી જવાથી બધી સમસ્યા દુર થઇ જાય છે.નક્ષત્ર ખરાબ હોય, કે કોઇ પણ સંકટનું નિવારણ આ રૂદ્રાક્ષથી થઇ જાય છે. એવું માનીને લોકોએ રૂદ્રાક્ષ લેવા માટે પડાપડી કરી હતી. હજુ પણ કુબેરેશ્વર ધામમાં 3 મહિલાઓ લાપત્તા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp