તિરંગો લપેટી સીમા બોલી- પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, જુઓ વીડિયો

PC: up.punjabkesari.in

જૂન મહિનાની વાત છે. પાકિસ્તાનની સીમા ગુલામ હૈદર લગભગ ત્રણ દેશોની સરહદો ઓળંગીને ભારતમાં આવી હતી. કારણ આપવામાં આવ્યું હતું કે, તેને ભારતમાં રહેતા સચિન મીણા સાથે પ્રેમ થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીની સ્ક્રિપ્ટ લોકપ્રિય ગેમ PUBG પર બનાવવામાં આવી હતી. હવે સ્થિતિ એવી છે કે, કાયદાકીય અડચણો અને અનેક પ્રશ્નોથી ઘેરાયેલી સીમા ત્રિરંગો લહેરાવતી નજર આવે છે. એટલું જ નહીં, અહેવાલ છે કે, તેણે પાકિસ્તાનને પણ મુર્દાબાદ કહી દીધું.

જુલાઈમાં જ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સીમાએ સ્પષ્ટ કર્યું હતું કે, તે પાકિસ્તાન પરત ફરવા માંગતી નથી. તેણે એમ પણ કહ્યું કે, તેણે ભારતીય સંસ્કૃતિને સ્વીકારી લીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે 'રાધે-રાધે' લખેલું સ્કાર્ફ પહેરવું, હાથ જોડીને લોકોનું સ્વાગત કરવું, વડીલોના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા અને ભગવાનની પૂજા કરવી એ તેનો નિત્યક્રમ બની ગયો હતો.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, તે હિંદુ બની ગઈ છે અને તેણે માંસાહારી ખોરાકને સંપૂર્ણપણે છોડી દીધો છે.

સચિનના પ્રેમમાં પાકિસ્તાન છોડીને નીકળેલી સીમા દુબઈથી નેપાળ થઈને ભારત આવી. આ સાથે જ તે સીમા સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર નિશાના પર આવી હતી. તાજેતરમાં જ સીમા સુરક્ષા દળના એક હેડ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં હેડ કોન્સ્ટેબલ ચંદ્ર કમલ કલિતા પર બેદરકારીનો આરોપ હતો. ચાલો કઈ નહીં, પહેલેથી જ શરૂઆત કરીએ.

સીમા અને સચિન ભારત પહોંચ્યા બાદ 4 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી ઉત્તર પ્રદેશ પોલીસે તેની પૂછપરછ કરી હતી. જો કે તે સમય દરમિયાન સ્થાનિક અદાલત દ્વારા બંનેને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ બંને તપાસ એજન્સીઓના રડાર પર રહ્યા હતા, અને એવા અહેવાલો હતા કે તેમની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે સીમા હૈદર 'હર ઘર તિરંગા'માં પણ ભાગ લઈ રહી છે. સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ પહેલા તે સચિન સાથે તિરંગો લહેરાવતી પણ જોવા મળી હતી. જો કે, ભારત માટે પ્રેમનું પ્રદર્શન કરવું અહીં અટક્યું ન હતું, એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સીમા 'પાકિસ્તાન મુર્દાબાદ' અને 'હિંદુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવતી જોવા મળે છે. (khabarchhe.com વીડિયોની ખરાઈ કરતું નથી)

સીમા-સચિન પ્રકરણમાં એવી ઘણી વાર્તાઓ પણ છે, જે કાયદો અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર મંથન વચ્ચે ચર્ચામાં આવી ગઈ હતી. તેમાંથી એક હતું, સીમાને બોલિવૂડમાંથી ફિલ્મની ઓફર મળી રહી હતી. નોઈડાના એક ફિલ્મ પ્રોડ્યુસર અમિત જાની તેને ફિલ્મ 'કરાચી ટુ નોઈડા'માં કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ હવે અહેવાલ છે કે, સીમાએ પોતે જ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી છે.

એવા અહેવાલો સામે આવ્યા હતા કે, સીમા અને સચિન આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ગુજરાતના એક બિઝનેસમેને 6-6 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું હતું. કહેવામાં આવ્યું હતું કે, બંને ગમે ત્યારે આવીને કામ શરૂ કરી શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ પત્ર ગુજરાતના કયા ઉદ્યોગપતિ વતી લખવામાં આવ્યો છે.

આ દરમિયાન સીમાને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. તાજેતરનો મામલો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે સંબંધિત છે, જેના નેતા અમય ખોપકરે સ્પષ્ટ કહ્યું હતું કે 'આ નાટક હવે બંધ થવું જોઈએ'. તેણે કહ્યું હતું કે, 'ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની નાગરિકોનું કોઈ સ્થાન નથી. અમે આ બાબતને દૃઢપણે માનીએ છીએ. પાકિસ્તાની મહિલા સીમા હૈદર હાલમાં ભારતમાં છે.

તેણે આગળ કહ્યું, 'એવી અફવાઓ પણ છે કે, તે ISI એજન્ટ છે. તેઓ સીમા હૈદરને અમારા ઉદ્યોગમાં સસ્તી લોકપ્રિયતા માટે અભિનેત્રી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા દેશદ્રોહી નિર્માતાઓને શરમ નથી આવતી? તેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ, નહીંતર MNS તરફથી કાર્યવાહી માટે તૈયાર રહો.

અહીં, આ તરફ કોર્ટમાં સીમાનો પક્ષ રજૂ કરવા આગળ આવેલા એડવોકેટ A.P. સિંહ બચાવ કરતા જોવા મળ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે, સીમા-સચિનનો પ્રેમ સાચો હતો અને ભારતમાં રહેવા દેવાની હિમાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp