કાયદા મંત્રીએ જણાવ્યુ-ભગવાન જગન્નાથના નામે ઓરિસ્સા સહિત 6 રાજ્યોમા કેટલી છે જમીન
પુરી સ્થિત પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરના નામ પર ઓરિસ્સા અને 6 અન્ય રાજ્યોમાં લગભગ 60,822 એકર જમીન છે. આ જાણકારી ઓરિસ્સાના કાયદા મંત્રી જગન્નાથ સારાકાએ વિધાનસભામાં આપી છે. સત્તાધારી બીજૂ જનતા દળ (BJD)ના ધારાસભ્ય પ્રશાંત બેહરાના સવાલ પર લેખિત જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, શ્રીક્ષેત્ર પુરીના મહાપ્રભુ જગન્નાથના નામ પર ઓરિસ્સાના 30માંથી 24 જિલ્લામાં 60,426.943 એકર જમીનની ઓળખ કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથની યાત્રા દેશના ઘણા મોટા શહેરોમાં કાઢવામાં આવે છે. તેમાં ગુજરાત સહિત બીજા રાજ્યોના ઘણા પ્રમુખ શહેર છે. આ શહેરોમાં ભગવાન જગન્નાથન મંદિર પણ છે. સારાકાએ જણાવ્યું કે, તેમાંથી શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)એ લગભગ 38,061.892 એકર જમીનના અંતિમ અધિકાર રેકોર્ડ (ROR) પ્રાપ્ત કરી લીધા છે. સારાકાએ આગળ જણાવ્યું કે, આ પ્રકારે 6 રાજ્યોમાં ભગવાન જગન્નાથન નામે 395.252 એકર જમીની ઓળખ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે, મંદિર પ્રશાસને પહેલા જ રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં દબાણ હટાવવા માટે 974 કેસ દાખલ કર્યા છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન અધિકારીઓની ઉચિત તપાસ બાદ શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ 1955ના પ્રાવધાનો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઓરિસ્સા વિધાનસભાની કાર્યવાહી ખૂબ સુચારું ઢંગે ચાલી ન શકી. વિધાનસભામાં સતત છઠ્ઠા દિવસે પણ હોબાળો જોવા મળ્યો હતો, જેના કારણે વિધાનસભા અધ્યક્ષ પ્રમિલા મલિકને સદનની કાર્યવાહી સાંજે 04:00 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
સદનની કાર્યવાહી જેવી જ પ્રશ્નકાળ માટે શરૂ થઈ અને મલિક આસન પર બેઠા એવા જ વિપક્ષી ભાજપના ધારાસભ્યોએ પાર્ટીના બે ધારાસભ્યો મોહન માઝી અને મુકેશ મહાલિંગને આસન પર દાળ ફેંકવાના આરોપમાં સસ્પેન્ડ કરવા વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી. બંને નેતાઓને 4 ઓક્ટોબર સુધી બાકી મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. BJDએ વિધાસભ્ય સત્ર અગાઉ મહેસૂલ મંત્રી પ્રમિલા મલિકને વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા હતા. BJDના ધારાસભ્ય અતનુ સબ્યસાચી નાયકે કહ્યું કે, અમે આ વ્યવહારની સખત નિંદા કરી રહ્યા છીએ. અધ્યક્ષની ખુરશીની એક ગરિમા હોય છે અને અમે અધ્યક્ષની ખુરશીની ગરિમાને ધૂમિલ કરવાના પ્રયાસોની નિંદા કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp