જીસે ભી ચાહો હરામ કહ દો, જીસે ભી ચાહો હલાલ કર દો: નરોડા ચુકાદા પર ઔવેસી

PC: thehindu.com

અમદાવાદની એક સ્પેશિયલ કોર્ટે નરોડા ગામ રમખાણ કેસના બધા આરોપીઓને ગુરુવારે નિર્દોષ  છોડી દીધા હતા. આ રમખાણમાં 11 લોકોના મોત થયા હતા. ઘટનના 21 વર્ષ પછી 20 એપ્રિલ 2023ના દિવસે વિશેષ અદાલતના જજ શુભાદા કૃષ્ણકાંત બક્શીએ પૂર્વ મંત્રી માયા કોડનાની અને બાબુ બજરંગી સહિતના બધા આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવાનો આદેશ કર્યો હતો.

એ પછી  AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે, જીસે ભી ચાહો હરામ કહ દો, જીસેભી ચાહો હલાલ કર દો.

ઔવેસીએ પોતાના ટ્વીટમાં જાણીતા શાયર રાહત ઇંદોરીની એક કલામ લખી છે.

"जिधर से गुज़रो धुआं बिछा दो, जहां भी पहुंचो धमाल कर दो.
तुम्हें सियासत ने हक दिया है,
हरी जमीनों को लाल कर दो.
अपील भी तुम, दलील भी तुम, गवाह भी तुम, वकील भी तुम.
जिसे भी चाहो हराम कह दो,
जिसे भी चाहो हलाल कर दो..."

કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસની નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, "28 ફેબ્રુઆરી 2002 ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં, આજે ગુજરાત કોર્ટે માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.તો હવે માની લઈએ કે ત્યાં કોઈ નરસંહાર થયો જ નહોતો, કોઈ 11 લોકોને જીવતા સળગાવવામાં આવ્યા જ નહોતા, કદાચ તેઓ જીવતા હોવાનો ઢોંગ કરતા હશે.

નરોડા ગામ રમખાણ કેસની સુનાવણી વર્ષ 2009માં થઇ હતી. ટ્રાયલ દરમિયાન 86માંથી 17 આરોપીઓના મોત થયા હતા. બાકીના જે 69 બચ્યા હતા તેમને ગુરુવારે વિશેષ અદાલતે નિર્દોષ છોડી મુક્યા. ટ્રાયલ દરમિયાન 182 લોકોની પુછપરછ કરવામાં આવી હતી અને 57 ઘટનાને નજરે જોનારા લોકોના નિવેદન લેવાયા હતા. 13 વર્ષથી ચાલી રહેલા કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ષ 2017માં માયા કોડનાની બચાવમાં કોર્ટમાં હાજર થયા હતા.

વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીએ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા સળગાવી દેવાની ઘટનાના બીજે દિવસે ગુજરાતમાં રમખાણ ફાટી નિકળ્યા હતા. 28 ફેબ્રુઆરી 2002ના દિવસે સવારે નરોડા ગામમાં હિંસા થઇ હતી અને 11 લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના હતી. માયા કોડનાની પર આક્ષેપ હતો કે તેમણે ટોળાને ઉશ્કેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp