અચાનક જંગલમાં નજરે પડ્યું સફેદ પ્રાણી, IFS અધિકારીએ શેર કરી દુર્લભ તસવીર!

PC: twitter.com/aakashbadhawan

ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) સાથે જોડાયેલા અધિકારી કેટલીક વખત પ્રાણી અને છોડ, વૃક્ષો સાથે જોડાયેલી રસપ્રદ ટ્વીટ કરે છે. પોતાની ટ્વીટમાં તેઓ ઘણી વખત પ્રકૃતિ સાથે જોડાયેલી એવી જાણકારી શેર કરે છે જે સામાન્ય જનતાને ખબર હોતી નથી. IFS અધિકારી આકાશ દીપ બંધવાને હાલમાં જ એક એવી દુર્લભ પ્રાણીની તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે, સાથે સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઇ છે.

IFS અધિકારી આકાશ દીપ બંધવાને ખૂબ જ દુર્લભ અલ્બિનો હરણની તસવીર શેર કરી છે. આકાશ દીપ મુજબ તે સફેદ હરણ ઉત્તર પ્રદેશના કર્તનિયા ઘાટ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં સોમવારે સવારના સમયે નજરે પડ્યું. તેમના જણાવ્યા મુજબ, અહી દુર્લભ વસ્તુ નજરે પડવી સામાન્ય છે. તેમણે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, આ તસવીર ઘરિયલ કન્ઝર્વેશન ટીમના પુલકિત ગુપ્તાએ ઉપલબ્ધ કરાવી છે. પોતાની ટ્વીટમાં IFS અધિકારીએ પોતે માન્યું કે, આ પ્રકારનું સફેદ હરણ દેખાવું ખૂબ જ દુર્લભ છે.

આ તસવીરમાં અલ્બિનો હરણ માદા હરણ સાથે નજરે પડી રહ્યું છે. બંને આગળ પાછળ કદમતાલ કરતા નજરે પડી રહ્યા છે. IFS અધિકારી આકાશ દીપ બંધવાનના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેઓ વર્તમાનમાં કર્તનિયા ઘાટ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ટ્વીટર પર આ તસવીર શેર થતા જ વાયરલ થઇ ગઇ છે. ઘણા યુઝર્સ આ દુર્લભ પ્રાણીને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા. જો કે, ઘણા યુઝર્સે દુર્લભ હરણની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

કેટલાક યુઝર્સે લખ્યું કે, હવે કર્તનિયા ઘાટ જલદી જવું પડશે. આ તસવીર જોઇને બીજા બ્યૂરોક્રેટ અધિકારીઓના કમેન્ટ્સ પણ આવ્યા છે. IFS અધિકારી પ્રવીણ કાસવાને લખ્યું કે, પ્રકૃતિમાં અપવાદોને પહેલા જ ખતમ, હટાવી દેવામાં આવે છે. તેનું અનુકૂલિત રહેવાનું ખૂબ મુશ્કેલ છે. નેશનલ જિયોગ્રાફીક મુજબ, એલ્બિનો એનિમલ્સ આંશિક કે પૂર્ણ રૂપે પિગમેન્ટેશનથી ગ્રસ્ત હોય છે. આ કારણે તેમનો રંગ પોતાના માતા-પિતાની ત્વચાના રંગથી અલગ હોય છે. એવા પ્રાણીઓમાં જોવાની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. આ કારણે તે સરળતાથી શિકાર થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp