85 વર્ષીય પિતાની અનોખી વારસાઇ, દોઢ કરોડની સંપત્તિ યોગી આદિત્યનાથન નામે કરી

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના જનપદ મુઝફ્ફરનગરમાં એક ખૂબ જ હેરાન કરનારી ઘટના સામે આવી છે. પરિવારની નજરઅંદાજીથી નારાજ એક 85 વર્ષીય વૃદ્ધ વ્યક્તિએ પોતાના દીકરા-દીકરીઓને સંપત્તિ સાથે સાથે પોતાના અંતિમ સંસ્કારનો હક પણ છીનવી લીધો છે. બાળકોની આ બેદરકારી અને નિષ્કાળજીના કારણે વૃદ્ધ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ સરકારના નામે લગભગ દોઢ કરોડની સંપત્તિ સાથે સાથે પોતાના શરીરની વારસાઇ કરી દીધી છે. આ વારસાઇમાં તેણે પોતાની બધી સંપત્તિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે કરતા પોતાના શરીરને પણ દાન કરી દીધું છે.

વૃદ્ધ વ્યક્તિએ પોતાની વારસાઇમાં લખ્યું છે કે મૃત્યુ બાદ તેની જમીન પર તેના નામથી શાળા કે હૉસ્પિટલ ખોલવામાં આવે, આ તેની છેલ્લી ઇચ્છા છે. આ ઘટના ઉત્તર પ્રદેશના જનપદ મુઝફ્ફરનગરના ખતૌલી તાલુકાની છે. જ્યાં છેલ્લા 7 મહિનાથી વર્ધા આશ્રમમાં રહેતા 85 વર્ષીય નથ્થુ સિંહે પોતાના બાળકોની નિષ્કાળજી અને નારાજગીના કારણે પોતાના બાળકોને ન માત્ર પોતાની સંપત્તિથી બેદખલ કરી દીધા છે, પરંતુ પોતાની દોઢ કરોડની સંપત્તિ ઉત્તર પ્રદેશ સરકારના નામે કરી દીધી છે.

નથ્થુ સિંહે પોતાની વારસાઇમાં લખ્યું કે, મૃત્યુ બાદ તેના શરીરને મેડિકલ કોલેજને આપી દેવામાં આવે. સાથે જ તેની જમીન પર સરકારી શાળા કે હૉસ્પિટલ બનાવીને ગરીબ લોકોની સારવાર કરે. ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરના બુલઢાણાના રહેવાસી 85 વર્ષીય નથ્થુ સિંહ ઇન્ટરમીડિયેટ સુધી ભણ્યા છે અને બુઢાણા ગામમાં તેના નામે દોઢ કરોડ રૂપિયાની લગભગ 18 વીઘા જમીન છે. તેની 4 દીકરીઓ અને એક દીકરો છે. દીકરીઓના લગ્ન થઇ ગયા છે અને દીકરો લગ્ન બાદ પોતાના પરિવાર સાથે સહારનપુરમાં રહે છે.

નથ્થુ સિંહનો એકમાત્ર દીકરો સહારનપુરમાં સરકારી શિક્ષકના રૂપમાં ફરજ બજાવી રહ્યો છે. તેની પત્નીના મોત બાદ તેના બાળકોએ પણ તેનાથી દૂરી બનાવી લીધી અને 85 વર્ષની ઉંમરમાં તેને ગામમાં એકલો છોડીને અલગ રહેવા લાગ્યા. પોતાના બાળકોની નિષ્કાળજીથી પરેશાન થઇને નથ્થુ સિંહ હાલમાં ખતૌલીના વર્ધા આશ્રમમાં છેલ્લા 7-8 મહિનાથી રહે છે. 5 બાળકોના પિતા હોવા છતા નથ્થુ સિંહની દેખરેખ કરનારું કોઇ નથી. શનિવારે બપોરે નથ્થુ સિંહે બુઢાણા તાલુકાએ પહોંચીને પોતાની લગભગ દોઢ કરાડ રૂપિયાની સંપત્તિ, જેમાં મકાન અને લગભગ 10 વીઘા ખેતીની જમીન સામેલ છે.

આ સંપત્તિની એક વારસાઇ બનાવીને ઉત્તર પ્રદેશ સરકારના નામે કરી દીધી છે. નથ્થુ સિંહે પોતાની વારસાઇમાં લખ્યું છે, તેના મોત બાદ તેની જમીન પર તેના નામથી શાળા કે હૉસ્પિટલ બનાવવામાં આવે. તેના મોત બાદ તેના મૃત શરીરને શોધ અનુસંધાન અથવા કોઇ પ્રકારના પ્રયોગમાં ઉપયોગ કરવામાં આવે. નથ્થુ સિંહની આ અનોખી વારસાઇના કારણે તે ચર્ચામાં છે.

વર્ધા આશ્રમની સંચાલિકા રેખા સિંહે જાણકારી આપતા જણાવ્યું કે, નથ્થુ સિંહ લગભગ 6-7 મહિનાથી તેમના આશ્રમમાં રહે છે. આ દરમિયાન તેને મળવા તેમના પરિવારમાંથી કોઇ આવ્યું નથી. તો બાળકોથી તંગ આવીને નથ્થુ સિંહે શનિવારે બપોરે પોતાની દોઢ કરોડની સંપત્તિ ઉત્તર પ્રદેશ સરકારના નામે કરી દીધી છે. તેણે તેના માટે એક વારસાઇ પણ તૈયાર કરાવી છે, જેમાં તેણે પોતાની બધી સંપત્તિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે કરતા પોતાના શરીરને પણ દાન કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp