મળ્યો પાણીમાં તરતો પથ્થર? ગામના લોકો કરવા લાગ્યા પૂજા? જાણો કેવી રીતે તરે છે

PC: ndtv.in

ત્રેતા યુગમાં રામયણકાળ દરમિયાન પાણીમાં તરતા પથ્થર બાબતે તમે સાંભળ્યું હશે, પરંતુ આજના સમયમાં પણ એક એવો પથ્થર મળ્યો છે, જે પાણીમાં તરી રહ્યો છે. આ તરતો પથ્થર સુરજપુર જિલ્લાના રાજાપુર ગામમાં મળ્યો છે. એક યુવક નદીમાં નાહવા ગયો હતો, ત્યારબાદ તેને નદીમાં તરતો પથ્થર દેખાડ્યો. ત્યારબાદ તેણે આ વાત ગ્રામજનોને જણાવી, ત્યારબાદ ગ્રામજનોએ પથ્થરને જોવા ગયા. લોકોને જ્યારે આ ચમત્કારિક પથ્થર બાબતે જાણકારી મળી તો તેને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ.

આમ આ જિલ્લામાં ભગવાન રામના વનવાસના ઘણા પૌરાણિક સ્થળ આવેલા છે. એવામાં ભગવાન રામની આસ્થા પણ અહીં ચરમ પર છે, પરંતુ તરતો પથ્થર મળ્યા બાદ તો આખું ગામ રામની ભક્તિમાં લીન થઈ ગયું છે. એવું નથી કે માત્ર રાજાપુર ગામ કે સૂરજપુર જિલ્લાનાઆ લોકો આ ચમત્કારિક પથ્થરને લઈને ઉત્સાહિત, આનંદિત છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના લોકો આ પથ્થરના દર્શન માટે આવી રહ્યા છે. લોકો આ પથ્થરના દર્શન સાથે સાથે તેની તસવીર પણ ખેચવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે.

ગ્રામજનોના હાથમાં પથ્થરને જોઈને હેરાન રહી ગયા. ત્યારબાદ લોકોએ ત્યાં જ એક મોટા ડ્રમમાં પાણી ભરીને જ્યારે પથ્થરને નાખ્યો તો તે પાણીમાં ડૂબવાની જગ્યાએ ઉપર આવી ગયો. પથ્થરને જેટલી વખત પાણીની અંદર ધક્કો આપ્યો, તે ઉપર આવતો રહ્યો. ગ્રામજનોએ જણાવ્યું કે, પંડિતજીને જ્યારે ઉપરોક્ત પથ્થરને દેખાડ્યો તો તેમણે કહ્યું કે, તે પથ્થર રામ  સેતુનો છે, જે નદીમાં વહેતો અહી સુધી આવી ગયો છે. આ તો છે આસ્થાની વાત, પરંતુ પથ્થરો પાણી પર તરવાના કેટલાક વૈજ્ઞાનિક કારણ અને કેટલાક કારણો છે. આવો અમે આ આર્ટિકલમાં એ બાબતે પણ અવગત કરાવીએ.

પથ્થરનું તરવું ચમત્કારિક નથી!

પાણી પર તરતા પથ્થરને PUMICE STONE કહેવાય છે.

આ પથ્થર જ્વાળામુખીના લાવાથી બને છે.

લાવા જ્યારે ઠંડા થાય છે તો આ પથ્થર બને છે.

ઘનત્વ ઓછું હોય છે અને હજારો કાણાં હોય છે.

આ કાણાંમાં હવા ભરાયેલી રહે છે, હલકા હોય છે. સ્પંજ કે ડબલ રોટલી જેવા દેખાય છે આ પથ્થર

રામેશ્વરમ અને મહારાષ્ટ્રમાં પણ મળે છે આ પથ્થર.

ન્યૂઝીલેન્ડ, ફીઝી, ન્યૂ સેલોડોનિયા અને ક્ચિન્સલેન્ડમાં પણ ઉપસ્થિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp