BJPની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો, પાર્ટી કહે- કોંગ્રેસીઓએ ઝાડ પાછળથી માર્યા

PC: thelallantop.com

મધ્ય પ્રદેશના નીમચમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જન આશીર્વાદ યાત્રા પર હુમલો થઈ ગયો. 5 સપ્ટેમ્બરની રાત્રે ભાજપની જન આશીર્વાદ યાત્રા મંદસૌર પહોંચવાની હતી. ત્યારે અહી અચાનક પથ્થરમારો થવા લાગ્યો. આ દરમિયાન કેટલીક ગાડીઓના કાંચ તૂટ્યા. યાત્રામાં ભાજપના ઘણા નેતા સામેલ હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, પથ્થરમારો કોંગ્રેસ પાર્ટીના લોકોએ કર્યો છે. કોઈ ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી નથી.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, આ ઘટના નીમચના રામપુર ક્ષેત્રના રાઉલી કુંડી ગામની છે. 5 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 08:00 વાગ્યે યાત્રામાં સામેલ લોકો પર પથ્થર ચાલવા લાગ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના લોકો ઝાડ પાછળ છૂપાયેલા હતા અને તેમણે જ પથ્થરમારો કર્યો. તેમણે એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, ‘જન આશીર્વાદ યાત્રાને મળી રહેલા અપાર સમર્થનથી ગભરાયેલા કોંગ્રેસીઓએ નીમચમાં યાત્રા પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી છે.

તેમણે આગળ લખ્યું કે, ‘હું કોંગ્રેસની હરકતની સખત નિંદા કરું છું. આ ગુંડાઓને અમે જરાય નહીં છોડીએ. તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.’ આ બાબતે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કે, ‘શિવરાજની અવસરવાદ યાત્રા વિરુદ્ધ ગુસ્સો વધતો જઈ રહ્યો છે. પાપનો ઘડો ભરાઈ ગયો છે. અમે હિંસાના જરાય પક્ષધર નથી, પરંતુ આક્રોશિત યુવાઓ અને મહિલાઓને પોલીસના દંડાથી મારવા, દબાવવા યોગ્ય નથી.

મારી મધ્ય પ્રદેશના 8.5 કરોડ સાથીઓને વિનમ્ર અનુરોધ છે કે માત્ર વોટોના ઠેસથી ભાજપને પાઠ ભણાવે. મારું શ્રીમાન શિવરાજ જીને અનુરોધ છે કે મોટા ભાગે જનતાના વિરોધને જોતા કંઈક શીખ લે અને અવસરવાદ યાત્રાને તાત્કાલિક સમાપ્ત કરી દે, જેથી રાજ્યની શાંતિ ભંગ ન થાય.’ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, યાત્રા પર પથ્થરમારો ત્યાંના ગ્રામજનોએ કર્યો હોય શકે છે. આ લોકો ચિતા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.

ચિત્તા પ્રોજેક્ટથી શું પરેશાની?

કૂનો નેશનલ પાર્ક બાદ હવે ચિત્તાઓનું નવું સ્થળ મંદસૌરની ગાંધીસાગર વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં પ્રસ્તાવિત છે. ત્યાં સીમા નજીકના વિસ્તારમાં જમીન સંપાદન કરીને ચિત્તાઓ માટે વાડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આરોપ છે કે, વાડાઓ માટે કરવામાં આવી રહેલી વાયર ફેન્સિંગમાં પશુઓ માટેના ગૌચર આવી રહ્યા છે. આ વાતને લઈને ગત દિવસોમાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ જન આશીર્વાદ યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી. યાત્રાની શરૂઆત 6 સપ્ટેમ્બરે અને પૂર્ણાહુતિ 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે. 17 દિવસોમાં આ યાત્રા માલવા-નિમાડની 42 વિધાનસભા સીટોથી થતી લગભગ 2,000 કિલોમીટર ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp