આ ગામના ઘર પર આકાશમાંથી થઈ રહ્યો છે પથ્થરોનો વરસાદ, SPએ પહોંચીને પોલીસ મૂકી દીધી

PC: jalorenews.com

પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંડખા ગામમાં સ્થિત એક મકાનમાં અચાનક આકાશમાંથી પથ્થરો પડી રહ્યા છે, જેના પછી બધા આશ્ચર્યચકિત છે. ખાસ વાત એ છે કે, આ પત્થરો છેલ્લા 3 દિવસથી સતત પડી રહ્યા છે, જ્યારે પથ્થર ફેંકનાર કોઈ દેખાતું નથી અને જ્યારે પણ આ પત્થરો ઘરમાં પડે છે ત્યારે કોઈને તે વાગતો પણ નથી. સત્ય જાણવા માટે, જ્યારે ઘરમાંથી ભીડને હટાવી દેવામાં આવી હતી અને કેમેરા રેકોર્ડિંગ માટે ચાલુ રાખવામાં આવ્યા હતા, ત્યારે કોઈ પથ્થર પડ્યો ન હતો. આવી સ્થિતિમાં તે તોફાની તત્વોનું કૃત્ય પણ હોય શકે છે.

ઉંડખા ગામમાં 3 દિવસથી એક પરિવારના લોકો ભયભીત છે. શનિવારે સતત ત્રીજા દિવસે સદર પોલીસને પથ્થરમારાની માહિતી મળતાં પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેની સામે પણ તે ઘરમાં આકાશમાંથી પથ્થરો પડ્યા હતા. આ પછી બાડમેરના જિલ્લા પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે તે ઘરની આસપાસ પોલીસ તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે.

પરિવારના સભ્યોનું માનવું છે કે, અમને નથી લાગતું કે અહીં કોઈ વ્યક્તિ પથ્થર ફેંકે છે, બલ્કે કોઈ દેવતાની નારાજગી દેખાઈ રહી હોય એવું લાગે છે. આ જ ગ્રામપંચાયતના સરપંચ પ્રતિનિધિનું કહેવું છે કે જરૂર અહીં પથ્થરો પડે જ છે. આ માટે આ પરિવારને મદદ કરવી જોઈએ અને અહીં કેમેરા લગાવીને પથ્થરો ક્યાંથી આવે છે તે શોધી કાઢવું જોઈએ.

ઘરમાં પથ્થર પડવાની આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસકર્મીઓને સતત તકેદારી રાખવા અને કેમેરા લગાવીને વીડિયોગ્રાફી કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન, સદર પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ કુમારે કહ્યું કે, જ્યારે અમને પથ્થર પડવાની માહિતી મળી ત્યારે અમે સ્થળ પર પહોંચ્યા અને ખરેખર અહીં પથ્થરો પડી રહ્યા છે. હવે તપાસ બાદ જ ખબર પડશે કે પત્થરો ક્યાંથી આવી રહ્યા છે. કારણ કે તેની આસપાસ એવી કોઈ જગ્યા નથી કે જ્યાંથી પથ્થર ફેંકી શકાય.

તેમણે કહ્યું કે દૂર-દૂર સુધી એવું કોઈ ઘર નથી, જ્યાંથી કોઈ વ્યક્તિ પથ્થર ફેંકી શકે. આ ખરેખર એક આશ્ચર્યજનક ઘટના છે. આ મામલે સબ-ડિવિઝનલ ઓફિસર સમુદ્ર સિંહ ભાટીએ કહ્યું કે, આ અંધશ્રદ્ધા છે બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે પરિવારનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આવી ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે અને લોકો અંધશ્રદ્ધામાં માને છે. તેણે કહ્યું કે જ્યારે અમે કેમેરા ચાલુ રાખ્યો ત્યારે કોઈ પથ્થર પડ્યો નથી. તેનો સ્પષ્ટ અર્થ છે કે આ એક અંધશ્રદ્ધા અને લોકોમાં ડર પેદા કરવા માટેનું તોફાની કૃત્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp