ફેક ન્યૂઝને રોકવી એ ચૂંટણી કરાવવા કરતા મોટો પડકાર, તરત જ વાયરલ થઈ જાય છે: ECI

PC: dainiktribuneonline.com

ચૂંટણી પંચનું કહેવું છે કે ફેક ન્યૂઝ અને ડિસઇન્ફોર્મેશન કેમ્પેઈન એ વૈશ્વિક સ્તરે ચૂંટણી પ્રબંધન સંસ્થાઓ સામેનો સૌથી મોટો પડકાર છે. ECIએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા પર સવાલ ઉઠાવવાના નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતના ચૂંટણી કમિશનર ડૉ. અનૂપ ચંદ્ર પાંડેએ બુધવારે પંજાબ યુનિવર્સિટીમાં પોતાના ભાષણમાં આ વાતો કહી.

ECIએ પંજાબ યુનિવર્સિટી ખાતે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાના સાત દાયકાઓ પર વ્યાખ્યાન આપ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું, 'ફેક ન્યૂઝ વાયરલ થાય છે. સમયસર સમાચારની સત્યતા ચકાસવા માટે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, અપૂરતી ચકાસણી થતી હોય છે. આવા તમામ કેસોમાં ફેક ન્યૂઝની ઓળખ કરવી, તેનું ખંડન કરવું, સાચા સમાચાર બહાર પાડવા જરૂરી છે. ECIએ કહ્યું કે, આ સાથે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કોઈપણ ગુનાહિત એંગલની તપાસ અને સૌથી મહત્વની બાબત એ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે સહયોગ કરવો.

ડૉ. અનૂપ ચંદ્ર પાંડેએ વધુમાં ઉમેર્યું, 'ભારતમાં જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળની મીડિયા સર્ટિફિકેશન અને કોઓર્ડિનેશન કમિટી (MCMC) છે જેઓ ફેક ન્યૂઝ પર સતત નજર રાખે છે, જાહેરાતોને પ્રમાણિત કરે છે અને જિલ્લા સ્તરે તમામ હિતધારકો સાથે સંકલન કરે છે.' તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયાના હિતધારકો સાથે પરામર્શ કરીને સ્વૈચ્છિક આચારસંહિતા પણ તૈયાર કરવામાં આવી છે.

ડો. પાંડેએ ચૂંટણીના ઓછામાં ઓછા 30 પાસાઓ પર તેમનું પ્રવચન આપ્યું, જેમાં મહિલાઓની ભાગીદારી, પ્રથમ વખત મતદાન કરતા મતદારો, વિરોધ પક્ષોની ભૂમિકા, શક્તિશાળી લોકો અને કોવિડ-19 રોગચાળોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, જૂન 2020માં રાજ્યસભાની ચૂંટણીમાં કોવિડ-19 માર્ગદર્શિકાને અનુસરીને ચૂંટણી કરાવવા માટે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ECI પાંડેના જણાવ્યા અનુસાર, 'ઓક્ટોબર 1951માં પ્રથમ સામાન્ય ચૂંટણી પ્રથમ ECI સુકુમાર સેન માટે એક કસોટી હતી. જ્યારે પહેલીવાર ચૂંટણી યોજાઈ ત્યારે ચૂંટણી પંચ સમક્ષ મોટો પડકાર હતો કારણ કે, તે સમય સુધી કોઈ ચૂંટણી કાયદો નહોતો. તમામ ચૂંટણી પ્રક્રિયાઓ એવી હતી કે તેનું પ્રથમ વખત પરીક્ષણ થવાનું હતું અને બહુમતી અભણ લોકો સાથે માળખાકીય સુવિધાનો અભાવ જેવા મોટા પડકારો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp