આ બેંકે ભૂલથી 4468 ગ્રાહકોના ખાતામાં 1000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હવે...

PC: livehindustan.com

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક લિમિટેડ દ્વારા એક ટેક્નિકલ ભૂલ થઈ ગઈ છે. એક ટેક્નિકલ ગડબડ થવાને કારણે હજારો ગ્રાહકોના ખાતામાં લગભગ 1,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. હવે HDFC બેંક તે પૈસાને મેળવવા માટે આ ખાતાઓમાંથી પૈસાની ભરપાઈ કરી રહી છે. રિપોર્ટ મુજબ, HDFC બેંક 4,468 ગ્રાહકોના ખાતામાંથી લગભગ 100 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આ ગ્રાહકો થોડા સમય માટે બની ગયા કરોડપતિ

ટેક્નિકલ ફોલ્ટના કારણે HDFC બેંકના ઘણા ગ્રાહકો થોડા સમય માટે કરોડપતિ બની ગયા હતા, કારણ કે તેમના ખાતામાં બેંકની ટેક્નિકલ ભૂલના કારણે કરોડો રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જો કે, હવે આ મામલે HDFC બેંક સતર્ક થઈ ગઈ છે, અને પોતાની ભૂલથી જે પૈસા HDFC બેંકના ખાતા ધારકોના ખાતામાં જતાં રહ્યા છે તે પૈસાની વસૂલી આ ખાતાધારકોના ખાતામાંથી બેંક કરી રહી છે. જો કે આ ઘટના બન્યા બાદ અત્યાર સુધીમાં HDFC બેંકે આશરે 4,515 ગ્રાહકોના અકાઉન્ટમાંથી લગભગ 126 કરોડ રૂપિયા કાઢ્યા છે.

ગ્રાહક નથી કરી રહ્યા સપોર્ટ

એક અન્ય રિપોર્ટ મુજબ, પૈસા રિકવર કરવાની પ્રક્રિયામાં ઘણા ગ્રાહકો સહકાર નથી આપી રહ્યા. એવામાં ઘણા ગ્રાહકો એવા છે કે જેમણે બેંક દ્વારા હેરાનગતિની ફરિયાદ દાખલ કરાવી છે. રિપોર્ટમાં એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે બેંકે પૈસાની વસૂલી માટે કાયદાકીય ઉપાયોનો સહારો લેવો પડી શકે છે.

ચેન્નાઈની છે ઘટના

અહીં તમને જણાવી દઈએ કે આ ઘટના ચેન્નાઈના ત્યાગરાય નગરના ઉસ્માન રોડ પર આવેલી HDFCની એક શાખામાં સિસ્ટમ અપગ્રેડ દરમિયાન બની. જ્યાં ટેક્નિકલ ખામીના કારણે કેટલાક ગ્રાહકોના ખાતામાં કથિત રીતે કરોડો રૂપિયા આવી ગયા હતા. ત્યાર પછી બેંકે મે મહિનામાં લગભગ 100 બેંક ખાતાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા.

માર્ચમાં RBIએ દૂર કર્યા હતા પ્રતિબંધ

અહીં તમને જણાવી દઈએ કે, HDFC બેંક તેના ડિજિટલ પ્લેટફોર્મ પર વારંવાર ટેક્નિકલ ખામીઓને કારણે RBIના નિશાના પર હતી. જો કે RBIએ આ વર્ષે માર્ચમાં પ્રતિબંધ દૂર કર્યા હતા. લગભગ અઢી વર્ષ પહેલા, કેન્દ્રીય બેંકે HDFC બેંકને તમામ ડિજિટલ લોન્ચ અને ક્રેડિટ કાર્ડ ગ્રાહકોના નવા સોર્સિંગને અસ્થાયી રૂપથી રોકવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp