14 ઓગસ્ટે ભારતના પહેલા PM નેહરુને સોંપાયેલું સેંગોલ, જાણો તેની રસપ્રદ સ્ટોરી

PC: indianexpress.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે તો તે દિવસે એક ઐતિહાસિક ઘટના ફરી રીપિટ કરાવામાં આવશે. આ ઘટના 75 વર્ષ જુની છે. આ ઘટનાથી 14 ઓગસ્ટ, 1947ની એક સ્ટોરી જોડાયેલી છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આ ઘટનાનો આપણી પ્રાચીન સભ્યતા સાથે સંબંધ છે. ત્યારબાદ ગૃહ મંત્રીએ સત્તા હસ્તાંતરણ માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા સેંગોલની સ્ટોરી જણાવી.

અમિત શાહે કહ્યું કે, PM મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લક્ષ્યો નક્કી કર્યા હતા, તેમાં એક લક્ષ્ય આપણી ઐતિહાસિક પરંપરાઓનું સન્માન અને તેનું પુનર્જાગરણ પણ હતું. સેંગોલ સાથે સંકળાયેલી સ્ટોરી જણાવતા અમિત શાહે કહ્યું કે, આ ઘટના આઝાદીના ક્ષણ સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું કે, 14 ઓગસ્ટ, 1947ની રાત્રે એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના બની હતી. આજે 75 વર્ષ બાદ પણ દેશના મોટાભાગના નાગરિકોને તેની જાણકારી નથી. સેંગોલે આપણા ઇતિહાસમાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આ સેંગોલ અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, આ ઘટનાનું ઐતિહાસિક મહત્ત્વ જાણ્યા બાદ તમને બધાને આશ્ચર્ય થશે કે આ જાણકારી દેશની સામે અત્યારસુધી શા માટે ના આવી. આ ઘટનાની જાણકારી વડાપ્રધાનને મળી તો તેના પર ઊંડો વિચાર કર્યા બાદ PMએ તેની તપાસના આદેશ આપ્યા. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ ગૌરવમયી પ્રસંગને દેશની સામે રજૂ કરવો જોઈએ. અમિત શાહે કહ્યું કે, 14 ઓગસ્ટ 1947ની રાત્રે લગભગ 10.45 મિનિટ પર પંડિત જવાહરલાલ નેહરુને તામિલનાડુથી આવેલા વિદ્વાનો પાસેથી આ સેંગોલનો સ્વીકાર કર્યો હતો. તેમણે તેનો અંગ્રેજો પાસેથી ભારતને સત્તા પ્રાપ્ત કરવાના પ્રતીકના રૂપમાં પૂર્ણ વિધિ-વિધાન સાથે સ્વીકાર કર્યો હતો. પંડિત નેહરુએ 14 ઓગસ્ટ, 1947ની રાતે ઘણા નેતાઓની હાજરીમાં આ સેંગોલનો સ્વીકાર કરીને સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાને પૂર્ણ કરી હતી.

અમિત શાહે કહ્યું કે, 14 ઓગસ્ટે આ કાર્યક્રમ દરમિયાન રાજેન્દ્ર પ્રસાદ પણ હાજર હતા જે દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા. અમિત શાહે કહ્યું કે, 47માં જ્યારે ભારતને આઝાદી આપવાનો નિર્ણય થયો ત્યારે લોર્ડ માઉન્ટબેટનને આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ભારતના ગવર્નર જનરલ બનાવીને મોકલવામાં આવ્યા. માઉન્ટબેટનને ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજોની જાણકારી નહોતી તો તેમણે નેહરૂને સવાલ કર્યો કે સત્તાના હસ્તાંતરણ માટે કયા સમારોહનું આયોજન કરવું જોઈએ. નેહરૂ પણ થોડાં સંશયની સ્થિતિમાં હતા. તેમણે થોડો સમય માંગ્યો. જવાહર લાલ નેહરુએ આ મુદ્દા પર ચર્ચા માટે સ્વતંત્રતા સેનાની અને ભારતીય સંસ્કૃતિના વિદ્વાન સી રાજગોપાલાચારીને બોલાવ્યા.

સી રાજગોપાલાચારીએ આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે ઘણી બુક્સ વાંચી, ઐતિહાસિક પરંપરાઓને જાણી અને સમજી. તેમણે ઘણા સામ્રાજ્યોની સ્ટોરીઓ વાંચીને સેંગોલને સોંપવાની પ્રક્રિયાની જાણકારી આપી. તેમણે નેહરૂને કહ્યું કે, ભારતમાં સેંગોલના માધ્યમથી સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાને અધિકૃત કરવામાં આવી છે. પંડિત નેહરૂએ તામિલનાડુથી આવેલા વિદ્વાનો પાસેથી સેંગોલનો સ્વીકાર કરી સત્તાનું હસ્તાંતરણ પૂર્ણ કર્યું.

અમિત શાહે કહ્યું કે, પંડિત નેહરૂએ આ અનુષ્ઠાનને પૂર્ણ કરવા માટે દક્ષિણના મઠાધિપતિને બોલાવ્યા હતા. કારણ કે, તેઓ ભારતની આધ્યાત્મિક એકતા અને એકીકરણ ઇચ્છતા હતા. ગૃહ મંત્રીએ કહ્યું કે, સેંગોલ શબ્દ તામિલ સેમ્મઈથી બન્યો છે, જેનો અર્થ નીતિ પરાયણતા છે. અમિત શાહે કહ્યું કે, આ સેંગોલ વિદ્વાનો દ્વારા અભિમંત્રિત છે અને ગંગા જળથી પવિત્ર કરવામાં આવ્યું છે. તેના પર પવિત્ર નંદી બિરાજમાન છે. સેંગોલની આ પરંપરા ચોલ સામ્રાજ્યના સમયથી 8મી સદીથી ચાલી આવી રહી છે. અમિત શાહે કહ્યું કે, 1947 બાદ સેંગોલને ભૂલાવી દેવામાં આવ્યું. પરંતુ, 15 ઓગસ્ટ, 1978ના રોજ વિદ્વાન ચંદ્રશેખર સ્વામી સરસ્વતીએ પોતાના અનુયાયી ડૉ. સુબ્રમણ્યમને આ અંગે જણાવ્યું.

ગૃહ મંત્રીએ કહ્યું કે, મારી સરકાર એ વાતને માને છે કે, આ પવિત્ર સેંગોલને કોઈ સંગ્રહાલયમાં રાખવુ યોગ્ય નથી. સેંગોલની સ્થાપના માટે સંસદ ભવન કરતા વધુ યોગ્ય, પવિત્ર સ્થાન બીજું કોઈ હોઈ જ ના શકે. આથી, જ્યારે સંસદ ભવન દેશને સમર્પણ થશે, એ જ દિવસે વડાપ્રધાન મોદીજી ખૂબ જ વિનમ્રતા સાથે તામિલનાડુથી આવેલા અધીનમથી સેંગોલનો સ્વીકાર કરશે અને તેને સ્પીકરના આસનની નજીક સ્થાપિત કરશે. અમિત શાહે કહ્યું કે, સેંગોલની સ્થાપના આઝાદીની ભાવનાઓને ફરીથી જીવવા જેવી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp