ઓરિસ્સા અકસ્માતઃ શબ સમજીને હોસ્પિટલમાં મોકલતા હતા પરંતુ ડાબા હાથમાં હરકત થઇ અને.

PC: aajtak.in

ઓરિસ્સામાં બાલાસોર જિલ્લામાં થોડા દિવસ અગાઉ થયેલા ટ્રેન અકસ્માતની હૃદયકંપી કહાનીઓ સામે આવવા લાગી છે. ત્રિપલ ટ્રેન અકસ્માતમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળના રહેવાસી લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઘણા લોકોના મોત થયા છે. અકસ્માતમાં હાવડાના રહેવાસી એક યુવક બાલ બાલ બચી ગયો છે. તેને કોલકાતાની SSKM હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. યુવક 2 જૂનના રોજ શાલીમાર સ્ટેશનથી કોરોમંડળ એક્સપ્રેસમાં સવાર થઈને ચેન્નાઈ જઈ રહ્યો હતો. તે ત્યાં વોટર પ્લાન્ટમાં નોકરી જોઇન્ટ કરવાનો હતો.

રિપોર્ટ્સ મુજબ, શુક્રવારની સાંજે જ્યારે ટ્રેન અકસ્માત થયો, ત્યારે વિશ્વજિત મલિક ઘટનાસ્થળ પર બેહોશીની હાલતમાં પડ્યો હતો. સ્થાનિક લોકો મદદ કરવા માટે પહોંચ્યા તો વિશ્વજીતને ત્યાં રેલવે ટ્રેકના કિનારે ખુલ્લા મેદાનમાં અન્ય શબો વચ્ચે પડેલો જોયો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જ્યારે શબોને મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે વિશ્વજીતના શરીરમાં તેના ડાબા હાથની હરકત નજરે પડી. ઇમરજન્સીમાં તેને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડ્યો. સમય રહેતા સારવાર મળવાથી વિશ્વજીત હવે જોખમથી બહાર છે.

વિશ્વજીત (ઉંમર 24 વર્ષ)ના પિતા હેલારામ મલિક કહે છે કે, અકસ્માત બાદ તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેને અકસ્માત બાદ સ્થાનિક લોકોએ સૌથી પહેલા રેસ્ક્યૂ કર્યા અને બચાનાગાની એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પિતા કહે છે કે, અકસ્માતની જાણકારી તેના દીકરા વિશ્વજીતે જ આપી હતી. જ્યારે તે હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો, ત્યારે ફોન કર્યો. ત્યારબદ બેહોશ થઈ ગયો. દીકરો એ ન જણાવી શક્યો કે, કયા શહેરની હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

હેલારામ મલિકે જણાવ્યું કે, જેવા જ દીકરાએ મને જાણકારી આપી કે હું તરત જ કારથી રોડ માર્ગે બાલાસોર માટે નીકળ્યો. લગભગ 200 કિલોમીટર સફર ક્યારે કરી નાખી, ખબર ન પડી. દીકરાએ મને કોઈના મોબાઈલ ફોનથી કોલ કર્યો હતો. જ્યારે તેઓ દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા અને એ નંબર પર કોલ કર્યો તો બંધ આવ્યો. થોડા સમય માટે ગભરાઈ ગયો હતો. દીકરાની શોધ કરવાનું મુશ્કેલ થઈ ગયું હતું. જો કે, હિંમત ન હારી અને એક બાદ એક હૉસ્પિટલમાં પહોંચીને તપાસ કરી. સખત મહેનત બાદ પણ દીકરાની જાણકારી ન મળી. ત્યારબાદ દીકરાને હોશ આવ્યું તો તેણે મને એક બીજા નંબરથી ફોન કર્યો અને હૉસ્પિટલ બાબતે જાણકારી આપી. હું તરત જ હૉસ્પિટલ પહોંચ્યો અને જોયું કે મારો દીકરો ત્યાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp