પત્નીએ દીકરા સાથે મળીને કરી નાખી પોતાના પતિની હત્યા, જાણો કારણ

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારના પુનર્વાસ કોલોનીમાં થોડા દિવસ અગાઉ એક વૃદ્ધની હત્યા કરવાના કેસમાં બુધવારે પોલીસ ખુલાસો કરતા મૃતકની પત્ની અને તેના દીકરાની ધરપકડ કરી છે. તો દીકરીનો પ્રેમી ફરાર છે. તેની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ જણાવ્યું કે, પુનર્વાસ કોલોનીના રહેવાસી સુખલાલ જોશીના પુત્ર હેમંતનું 9 ઑગસ્ટે મોત થઈ ગયું હતું અને પરિવારજનો શબનો અંતિમ સંસ્કાર કરવા સ્મશાન લઈ ગયા હતા, પરંતુ મૃતકના શરીર પર ઇજાના નિશાન હોવા પર હોબાળો થઇ ગયો હતો.
ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, મૃતકની પત્ની સુશીલા, મૃતકનો દીકરો અને તેમની દીકરીનો પ્રેમી ડાયાલાલ ઉર્ફ દીપક આરોપી સાબિત થયા. પોલીસે સુશીલા અને મુકેશની ધરપકડ કરી લીધી છે, પરંતુ ડાયાલાલ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આ અનુસંધાને સામે આવ્યું કે હેમંતની નાની દીકરી (વિધવા) યોગીતા તેના પ્રેમી ડાયાલાલ ઉર્ફ દીપક સાથે રહેતી હતી. આ વાત હેમંતને પરેશાન કરી રહી હતી.
તેના પર તેણે 9 ઑગસ્ટે દીકરીની ચાયમાં ઊધઈ મારવાની દવા ભેળવી દીધી અને ઘરથી જતો રહ્યો. યોગીતાએ ચા પીધા બાદ તેની તબિયત બગડી ગઈ અને તેને સાગવાડાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. ત્યારબાદ હેમંત સાંજ થયા બાદ પણ ઘરે ન આવ્યો, પરંતુ પરિવારજનોએ તેની ખૂબ શોધખોળ કરી અને તેને ખડગદા ગામે લઈને આવ્યા હતા. ઘર પર આવવા પર હેમંતની પત્ની અને તેના દીકરા મુકેશ વચ્ચે યોગીતાને ઝેર આપવાને લઈને વિવાદ થઈ રહ્યો હતો.
આ દરમિયાન હેમંત અને તેની પત્ની વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ દરમિયાન મુકેશે લાકડીથી હેમંત પર વાર કર્યો. મારામારી દરમિયાન યોગીતાનો પ્રેમી ડાયાલાલ પણ લાકડી લઈને પહોંચ્યો અને હેમંત સાથે મારામારી કરી હતી, જેથી હેમંતનું મોત થઈ ગયું હતું. કાર્યવાહીમાં સાગવાડા પોલીસ સ્ટેશનના અધિકારી હેમન્દ્ર સિંહ સોઢા, SI સોમેશ્વર, હેડ કોન્સ્ટેબલ સુરેશ કુમાર, કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર સિંહ, સાગર, વિમલ, મહિલા કોન્સ્ટેબલ જ્યોતિ, જુલી અને ચાંદની સામેલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp