ઘરના ભોંયતળીયેથી અજીબ અવાજો આવી રહ્યા હતા, તોડીને જોયું તો નીકળ્યા 3 ભયાનક જીવો

PC: hindi.news18.com

મગર એક ખતરનાક પ્રાણી છે જે સામાન્ય રીતે તળાવ, નદી અથવા ક્યારેક જમીન પર જોવા મળે છે. પરંતુ ક્યાંક એવું તો ન બને કે, તમે ઘરમાં આરામથી બેઠા હોવ અને અચાનક ક્યાંકથી મગર નીકળીને બહાર આવી જાય. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડિયોમાં કંઈક અલગ જ દેખાઈ રહ્યું હતું.

સોશિયલ મીડિયા પર એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે, તમે મગરને પાણીની અંદરથી બહાર આવતા જોયા હશે, પરંતુ આ વીડિયોમાં તમે મગરને જમીનની અંદરથી બહાર આવતા જોશો.

આ વીડિયોમાં એક મગર જમીનને ફાડીને બહાર આવતો દેખાય છે અને કેટલાક લોકો તેને સાધનોની મદદથી કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેની પાછળથી વધુ બે મગર નીકળીને બહાર આવ્યા. આ ખૂબ જ ડરામણું છે. મીડિયા સૂત્રોએ આપેલા એક અહેવાલ અનુસાર, આ વીડિયો ભારતના કોઈ એક રાજ્યનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે.

હકીકતમાં, અહીં લોકોને ઘરના ભોંયતળિયેથી કોઈ અવાજ સંભળાયો હતો. અવાજ એવો હતો કે જાણે નીચે બે પ્રાણીઓ લડી રહ્યા હોય તેવું લાગ્યું. પરંતુ તેની નીચે શું હોય શકે, કારણ કે જમીન પર તો પ્લાસ્ટર મારેલું હતું. જોકે, આ પ્લાસ્ટર એક જગ્યાએ તૂટી ગયું હતું અને જ્યારે લોકોએ તેની નીચે ડોકિયું કરીને જોયું તો તેઓ ચોંકી ગયા હતા. હકીકતમાં, એક મગર પ્લાસ્ટર નીચે ફસાયેલો જોવા મળ્યો હતો.

આ પછી, લોકો ગભરાઈને જેવું પ્લાસ્ટર તોડવા લાગ્યા કે, તરત જ એક પછી એક 3 મગર જમીન ફાડીને બહાર આવવા લાગ્યા. આ બધું જોઈને ટોળામાં ઉભેલા લોકોના રુંવાટા ઉભા થઇ ગયા. લોકો મગરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @mksinfo.official એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું, તમારે હજુ વધારે આગળ ખોદવું જોઈએ અને જોવું જોઈએ કે નીચે કોઈ બીજા વધારે મગર છે કે નહીં અને તેઓ આખરે આવી ક્યાંથી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું, જમીનની નીચેથી મગરોનું બહાર નીકળવું કેટલું ડરામણું છે. બીજાએ લખ્યું, કલ્પના કરો કે, જો ત્યાં બાળક હોત તો શું થાત. ધ રોયલ સોસાયટી અનુસાર, નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઉભયજીવી શિકારી, ખાસ કરીને નાઇલ મગર, અન્ય વન્યજીવનના અવાજો તરફ આકર્ષાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp