વિદેશમાંથી MBBSની ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓને ભારતમાં કેમ નથી મળી રહી નોકરી

PC: vedantu.com

વિદેશોમાંથી MBBSનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પોતાના દેશની મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશિપ નથી મળી રહી. નિયમ અનુસાર, ઇન્ટર્નશિપ વિના વિદેશમાંથી ડૉક્ટરની ડિગ્રી લઇ ચુકેલા વિદ્યાર્થીઓને દેશમાં ના તો રજિસ્ટ્રેશન નંબર મળી શકે છે અને ના તેઓ ત્યાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકે છે. એવામાં વિદેશમાંથી આવેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં દેખાઈ રહ્યું છે. એવા જ વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરી. કેટલાક વિદ્યાર્થીઓએ ચીનથી મેડિકલનો અભ્યાસ કર્યો છે તો કેટલાક વિદ્યાર્થીઓએ મોરિશસથી તો કેટલાકે રશિયા અને કેટલાકે યૂક્રેનથી.

દુનિયાના અલગ-અલગ દેશોમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા આ વિદ્યાર્થીઓ ચિંતિત છે. કારણ કે, પોતાના દેશમાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરવા માટે ઇન્ટર્નશિપ જરૂરી છે. ઇન્ટર્નશિપ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને પાસ કરવાનું હોય છે. ઘણા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પણ પાસ કરી લીધી છે, તેમ છતા તેમને મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશિપ નથી મળી રહી.

એવા જ એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે, મને બાબા સાહેબ આંબેડકર કોલેજ અલોટ થઈ હતી પરંતુ, જ્યારે અમે મેડિકલ કોલેજમાં રિપોર્ટ કરવા ગયા તો ત્યાં સીટ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો. એનએમસીના સાડા સાત ટકાનો રૂલ છે અને તે રૂલ પ્રમાણે તેમની પાસે હાલ બાળકો ભણી રહ્યા છે. જ્યારે ડીએમસીનું લિસ્ટ એવુ દર્શાવી રહ્યું છે કે, તે કોલેજમાં સીટ છે. એનએમસીએ પણ કહ્યું કે, તે કોલેજમાં સીટ છે તેમ છતા, અમને ઇન્ટર્નશિપ નથી મળી રહી.

દિલ્હી મેડિકલ કાઉન્સિલ અલગ-અલગ મેડિકલ કોલેજોમાં નેશનલ મેડિકલ કમિશન તરફથી બતાવવામાં આવેલી સીટ મેરિટ પ્રમાણે અલોટ કરે છે. ડીએમસી અનુસાર, નેશનલ મેડિકલ કમિશને દિલ્હીમાં કુલ 339 સીટોની વાત કહી. પરંતુ, જ્યારે ડીએમસીએ કોલેજો સાથે સંપર્ક કર્યો તો કેટલીક કોલેજોએ સીટ આપવાનો ઇન્કાર કરી દીધો તો માત્ર 42 સીટ જ સામે આવી. હવે ડીએમસીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ચિઠ્ઠી લખીને સલાહ આપી છે કે, એફએમસી વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપમાંથી 7.5 ટકા કેપિંગ હટાવવામાં આવે. આ સાથે જ ડીએનબીમાં ઇન્ટર્નશિપનો પ્રાવધાન બહાલ કરવામાં આવે જેથી, સીટમાં વધારો થાય. ઇન્ટર્નશિપ કરનારા બાળકો માટે સ્ટાઇફંડના પૈસા ક્યાંથી આવશે, સરકાર સ્થિતિ સ્પષ્ટ કરે.

એનડીટીવી સાથે વાતચીતમાં ડીએમસીના રજિસ્ટ્રાર ડૉ. ગિરીશ ત્યાગીએ જણાવ્યું કે, આ વખતે અમને 42 સીટો અલોટ કરી, તે મેરિટ લિસ્ટ પર આધારિત હતી. તેમાંથી માત્ર ચાર બાળકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. ત્રણ મેડિકલ કોલેજો બાબા સાહેબ, લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજોમાં જ્યારે બાળકો જાય છે તો તેમને ના પાડી દેવામાં આવે છે. આ મામલામાં અમે સેન્ટ્રલ ગવર્નમેન્ટને પોતાનો વિચાર રજૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp