સરકારી શાળાના રોમિયો શિક્ષકોથી વિદ્યાર્થિનીઓ પરેશાન, પાસ કરાવવાના નામ પર..

PC: aajtak.in

ઝારખંડના ગઢવામાં એક સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને પરીક્ષા પાસ કરાવવાના નામ પર શારીરિક શોષણ કરવાની ઘટના સામે આવી છે. જાણકારી મળતા જ વાલીઓએ શાળામાં જઇને હોબાળો કર્યો. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પહોંચીને પોલીસે આરોપી શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધ્યો. સાથે જ શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઘટના ખરૌંધી પેટાવિભાગના ઉચ્ચ વિદ્યાલય ભલુહીની છે. અહીંની વિદ્યાર્થિનીઓ સાથે અસ્થાયી શિક્ષકોની અશ્લીલ વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો.

ત્યારબાદ વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને ગ્રામજનોએ જોરદાર હોબાળો કર્યો હતો. સાથે જ શાળાના આચાર્ય રાજારામ સિંહ, અસ્થાયી શિક્ષક નવલેશ સિંહ, વિભૂતિ નારાયણ સિંહ અને અન્ય શિક્ષકો પર કાર્યવાહીની માગને લઇને વિદ્યાલયમાં તાળાબંદી કરી દીધી. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પ્રભારી અભય કુમાર પોલીસ બળ સાથે પહોંચ્યાં અને લોકને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ભણાવવાનું ચાલુ કરાવી દીધું.

બીજી તરફ ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા કે શાળા પરિસરમાં આચાર્યની ઉપસ્થિતિમાં દારૂ-મરઘાં પાર્ટી થાય છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે વિદ્યાલયમાં અભ્યાસ ઓછો કરાવે છે અને શિક્ષક મોજ મસ્તી વધારે કરે છે. ગ્રામજનોએ શાળાના બધા શિક્ષકો પર કાર્યવાહી કરતા આ વિદ્યાલયથી હટાવવાની માગ કરી છે. શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલતા કરવાની આ ત્રીજી ઘટના છે.

આ શાળામાં આ અગાઉ બે વખત એક અસ્થાયી શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ વાતચીત અને છેડછાડ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, મોબાઇલ પર ઘટનાની જાણકારી મળી છે. સાથે જ પેટાવિભાગના શિક્ષણ પ્રસાર અધિકારીએ લેખિતમાં અરજી આપી છે. આરોપી બંને શિક્ષકો પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તો પેટાવિભાગના પદાધિકારીએ જણાવ્યું કે, શિક્ષકોએ ખોટું કામ કર્યું છે. તેમની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

સખત સલાહ આપતા કહ્યું કે, જે પણ શિક્ષક આ પ્રકારનું કામ કરે છે, તેના પર નિયમ સંગત કાર્યવાહી કરવામાં આવશે. આ ગંભીર ઘટના છે. જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશમાં શિક્ષકના ટૉર્ચરથી પરેશાન થઇને એક વિદ્યાર્થિની આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બુલંદશહરમાં એક DPSની 11માં ધોરણની વિદ્યાર્થિનીએ શિક્ષક પર પરેશાન કરવાનો આરોપ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp