'સગીર બાળકના ગુપ્તાંગમાં સ્ટમ્પ નાખ્યું', UP પોલીસ પર થર્ડ ડિગ્રી ટોર્ચરનો આરોપ

ઉત્તર પ્રદેશની બસ્તી પોલીસ ફરી એકવાર પોતાના કારનામાને લઈને ચર્ચામાં છે. બસ્તી પોલીસે સગીર બાળકને ગેંગસ્ટરનો આરોપી બનાવીને તેનું જીવન બરબાદ કરી દીધું. પિતાનો આરોપ છે કે પોલીસે તેના પુત્ર સાથે ખૂબ જ સખત રીતે વર્તન કર્યું, સગીર બાળકના ગુપ્તાંગમાં સ્ટમ્પ નાખવામાં આવ્યું, ત્યારબાદ બાળકે માનસિક સંતુલન ગુમાવ્યું અને તેણે અભ્યાસ પણ છોડી દીધો.

હકીકતમાં, કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મનહન દિહ ગામના રહેવાસી અને વ્યવસાયે ચાના વેપારીએ CM, DGP, SP અને માનવાધિકાર આયોગને એક પત્ર મોકલીને આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેના સગીર પુત્ર પર ચોરીનો ખોટો આરોપ મૂકીને ગેંગસ્ટરનો આરોપી બનાવી દીધો છે. અને તેના પર અનેક કાયદાની કલમો દાખલ કરવામાં આવી હતી.

પિતાનો આરોપ છે કે, કોતવાલી પોલીસે મારા પુત્રની પર એટલો અત્યાચાર કર્યો કે, હવે તે માનસિક સંતુલન ગુમાવી બેઠો છે અને વિચિત્ર વિચિત્ર હરકતો કરતો રહેતો હોય છે. પિતાએ જણાવ્યું કે આ આખો મામલો 27 જુલાઈ 2022નો છે, જ્યારે અચાનક કેટલાક પોલીસકર્મીઓ તેમના ઘરે આવ્યા અને તેમના પુત્રને બળજબરીથી ઉપાડીને લઇ ગયા.

તેણે કહ્યું કે, કોતવાલીમાં તૈનાત કોન્સ્ટેબલ અમિત સિંહ અને રિઝવાન અલીએ મારા પુત્રને ચોરીની આશંકાથી ઉપાડ્યો અને કોતવાલી લઈ ગયા, જ્યાં આ પોલીસકર્મીઓએ મળીને મારા પુત્ર સાથે તમામ હદો વટાવી તેની સાથે નિર્દયતાથી મારપીટ કરી અને મારા પુત્રને ખૂબ માર માર્યો.

આ પછી, જ્યારે તે કોતવાલી પણ ગયો તો ત્યાંના પોલીસકર્મીઓએ તેની પાસેથી 50,000 રૂપિયાની લાંચ માંગી, પરંતુ જ્યારે તે લાંચ આપી શક્યો નહીં, ત્યારે તેના પુત્ર વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો અને તેને જેલમાં મોકલવામાં આવ્યો. પિતાનું કહેવું છે કે, તેઓ કોઈક રીતે પોલીસકર્મીઓને 20,000 રૂપિયા આપવામાં સફળ થયા, તેમ છતાં તેમના પુત્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને તેને જેલમાં મોકલવામાં આવ્યો.

આ પછી, 9 નવેમ્બર, 2022ના રોજ, કોતવાલી પોલીસે તેના પુત્ર વિરુદ્ધ પણ ગેંગસ્ટર કલામ લગાવી હતી. પિતાએ જણાવ્યું કે, જ્યારથી તેમનો પુત્ર જેલમાંથી છૂટીને ઘરે આવ્યો છે ત્યારથી તેનું માનસિક સંતુલન બગડી ગયું છે અને તે વિચિત્ર વિચિત્ર વર્તન કરવા લાગ્યો છે, તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને તેના ગુપ્તાંગમાં સ્ટમ્પ નાખવામાં આવ્યું, ત્યાર પછી તે પોલીસને જોઈને ખૂબ જ ગભરાઈ જાય છે.

પિતાનું કહેવું છે કે, બસ્તી પોલીસના બર્બરતાપૂર્ણ વર્તનને કારણે તેણે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો છે, જ્યારે તે ઘરની બહાર નીકળે છે ત્યારે તેના મનમાં ડર લાગે છે કે, પોલીસ તેને ફરીથી પકડી શકે છે, એટલું જ નહીં જ્યારે તે ચાર રસ્તા પર પોલીસની સાઇરન સાંભળે છે ત્યારે તે ઘરના ખૂણામાં જઈને સંતાઈ જાય છે.

આ મામલામાં અધિક પોલીસ અધિક્ષક દીપેન્દ્ર નાથ ચૌધરીએ જણાવ્યું કે, એક છોકરો ચોરીના કેસમાં જેલમાં ગયો હતો, તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે, વાત જો ગેંગસ્ટર કલમ લગાવવાની હશે તો, તેની તપાસ કરવામાં આવી રહી છે, જો તે સગીર વયનો હશે તો આ કાર્યવાહી અટકાવવામાં આવશે અને ગેંગસ્ટર કલમ રદ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.