કારના સનરૂફ પર સ્ટંટ કરવાનું ભારે પડ્યું, 26,000નો મેમો ફાટ્યો, જાણો નિયમ શું છે

PC: msn.com

નોઇડાના સેક્ટર 18માં રસ્તા પર દોડી રહેલી એક કારનું સનરૂફ ખોલીને સ્ટંટ કરવાનું એક વ્યક્તિને ભારે પડી ગયું છે. પોલીસે કારના માલિકને 26,000 રૂપિયાનો દંડ ફટકારી દીધો છે.

16 ઓગસ્ટે એક યૂઝરે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સફેદ કલરની સ્વિફ્ટ કારના સનરૂફની બહાર નિકળીને ઝુમી રહ્યો છે. રસ્તા વચ્ચે થઇ રહેલા આ સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચ્યો. આ વીડિયો નોઇડાનો હોવાનું સામે આવ્યુ હતું અને પોલીસે કાર માલિકને 26,000નો મેમો આપી દીધો હતો. આવા પ્રકારના સ્ટંટ ખતરનાક સાબિત થઇ શકે છે. આ દરમિયાન કાર કોઇ બીજો વ્યક્તિ ચલાવી રહ્યો હતો.

નોઈડા ટ્રાફિક પોલીસે કાર માલિક દિલ્હી નિવાસી મહેશ પાલ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.મોટર વ્હીકલ એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ચલણ જારી કરવામાં આવ્યું છે. જેમાં ખતરનાક ડ્રાઇવિંગ, સીટબેલ્ટ ન પહેરવો, ઈન્ડિકેટર વગર લેન બદલવી, જાહેર સ્થળે પરવાનગી વગર વાહન ચલાવવું,રેસિંગ અને કલમ 3 અને 4ના નિયમોનું ઉલ્લંઘન કરવા જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ બધાટ્રાફિક પોલીસે નિયમોના ભંગના કેસમાં કાર્યવાહી હાથ ધરી છે.

બેદરકારીથી વાહન ચલાવવાને કારણે રોજ પડેને માર્ગ અકસ્માતો થાય છે.જો કે મોટર વ્હીકલ એક્ટમાં લોકોની બેદરકારીને રોકવા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં કલમ-188નો પણ સમાવેશ થાય છે.પરંતુ ડ્રાઇવરોમાં શિસ્તના અભાવને કારણે, સરકારે 2019 માં મોટર વાહન અધિનિયમની ઘણી જોગવાઈઓ બદલવાનો નિર્ણય કર્યો અને ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા.

મોટર વાહન અધિનિયમ 1988 નિયમોના ઉલ્લંઘન માટે દંડની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે માર્ગદર્શિકા પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમ તમામ પ્રકારના મોટર વાહનોને આવરી લે છે અને તેમાં લાઇસન્સ, મોટર વાહનોની નોંધણી, ટ્રાફિક મેનેજમેન્ટ,મોટર વીમોવગેરે, નિયમો અને દંડ વગેરેને લગતી જોગવાઈઓનો સમાવેશ થાય છે.

મોટર વાહન અધિનિયમની કલમ 184 મુખ્યત્વે જોખમી ડ્રાઇવિંગ સંબંધિત છે.કલમ 184 MV Act મુજબ, જો તમે નિર્ધારિત સ્પીડ કરતા વધુ ઝડપે વાહન ચલાવતા જોવા મળો, જે રસ્તા પર અન્ય વાહનો અથવા રાહદારીઓના જીવન માટે જોખમ અથવા અસુવિધાનું કારણ બને છે, તો તમને ઓછામાં ઓછા 5000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે.

ઉપરાંત તમારા બેદરકારી ભર્યા ડ્રાઇવિંગને કારણે અન્ય લોકોના જીવન પર જોખમ ઉભું થતું હોય તો ઓછામાં ઓછા 1 વર્ષની જેલની સજાની જોગવાઇ છે. જો 3 વર્ષની અંદર ફરી તમે આવી હરકત કરતા પકડાઇ જાઓ તો 2 વર્ષની સજા અને 10,000 રૂપિયા અથવા તેનાથી પણ વધારેનો દંડ થઇ શકે છે. કલમ 184 ગુનાના સમયે વાહનની ભૌગોલિક સ્થિતિ, હવામાન અને ટ્રાફિકની સ્થિતિને પણ ધ્યાનમાં રાખે છે.

કલમ 184 ક્યારે લાગૂ પડે તે પણ જાણી લો. રેડ લાઇટ સિગ્નલ જમ્પ કરો, વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરતા, ટ્રાફિક અધિકારીના વાહન રોકવા કહેવા પર વાહન ન રોકવું, ખોટી રીતે ઓવરટેક કરવું,ટ્રાફિકની વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું,લાપરવાહીથી વાહન ચલાવીને બીજાના જીવને જોખમમાં મુકવું.

શું સનરૂફનો ઉપયોગ કરવાથી દંડ ભરવો પડે? મોટર વ્હીકલ એક્ટમાં સ્પષ્ટ રીતે સનરૂફ શબ્દનો ઉલ્લેખ નથી.પરંતુ લાપરવાહીથી ડ્રાઇવિંગ કરીને બીજાના જીવને જોખમ મુકવા સામે કડક જોગવાઇઓ છે. બીજી વાર સનરૂફની બહાર નિકળો તા આ નિયમોને યાદ રાખજો તો દંડથી બચી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp