ખુલ્લેઆમ સબઇન્સપેક્ટરની હત્યાનો સાક્ષી બોલ્યો- ગોળી લાગ્યા બાદ પણ..

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના ચન્દ્રપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિનેશ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં 11 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગ્રા ઝોનના ADG રાજીવ કૃષ્ણના જણાવ્યા મુજબ, 6 ટીમો આ હત્યાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં સબ ઇન્સ્પેક્ટર દિનેશ મિશ્રા સાથે બાઇક પર બેઠા ધીરજ શર્માને પણ શંકાસ્પદ માનવામાં આવ્યો છે. પોલીસ ધીરજની પણ પૂછપરછ કરી રહી છે.

સબ ઇન્સ્પેક્ટર દિનેશ શર્મા પોતાના પરિચિત 30 વર્ષીય ધીરજ શર્મા સાથે ગુરુવારે મોડી સાંજે કરિયાવર હત્યા કેસની તપાસ કરીને બાઇક પર ફરી રહ્યા હતા, એ દરમિયાન દિનેશની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સબઇન્સ્પેક્ટરને 2 ગોળી લાગી હતી. એક ગોળી તેના શરીરને ભેદતા નીકળી ગઈ અને બીજી શરીરમાં જ રહી ગઈ. ગોળી લાગ્યા બાદ વધુ લોહી વહી જવાથી તેમનું મોત થઈ ગયું. સબ ઇન્સ્પેક્ટર દિનેશ મિશ્રા મૂળ રૂપે કન્નોજ જિલ્લાના સદતપુરના રહેવાસી હતા. વર્તમાનમાં તેમનો પરિવાર આગ્રાના કાલિંદ્રી બિહારમાં રહે છે.

ફિરોઝાબાદમાં ચંદ્રપુર પોલીસ સ્ટેશનનો નાનકડો વિસ્તાર છે. અહી દિનેશ મિશ્રાએ ભોજન બનાવવા અને પોતાના સહયોગ માટે પરિચિત ધીરજ શર્માને સાથે રાખ્યો હતો. ગુરુવારે સાંજે 7:30 વાગ્યે જ્યારે દિનેશ મિશ્રા તપાસ માટે નીકળ્યા તો ધીરજને પાછળ બેસાડી લીધો અને પોતે બાઇક ચલાવવા લાગ્યા. ધીરેન્દ્રએ જણાવ્યું કે, લગભગ 8:15 વાગ્યે જ્યારે એ લોકો પીથેપુર ચન્દ્રપુરા માર્ગ પર હતા ત્યારે અચાનક ધમાકાનો અવાજ આવ્યો. આ અવાજથી બાઇકનું નિયંત્રણ ગુમાવી દીધું.

તેને લાગ્યું કે બાઇકનું ટાયર ફાટી ગયું છે. તેને આશંકા નહોતી કે કોઈ ગોળી ચાલી છે. બાઇક અનિયંત્રિત થયા બાદ હું પડી ગયો અને દિનેશ બાઇક ચલાવતો રહ્યો. ખૂબ આગળ ગયા બાદ તે પણ પડી ગયો. દુર્ઘટનાને જોતા મેં તરત જ પોલીસને ફોન કર્યો અને ઘટના બાબતે જાણકારી આપી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે ઘટના થઈ એ સમયે ધીરજ શર્મા કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. રાતના અંધારામાં હત્યાઓની સારી રીતે ઓળખ ન થઈ શકે. ધીરજ શર્માએ ઘટનાસ્થળથી આગ્રાના કાલિંદ્રી કુંજમાં રહેતા દિનેશ મિશ્રાના દીકરાને કોલ કરીને કહ્યું કે તેના પિતાનો અકસ્માત થઈ ગયો છે જલદી આવી જા.

ફિરોઝાબાદની ચન્દ્રપુરના પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ શર્માનું પ્રમોશન 7 મહિના અગાઉ થયું હતું. આ અગાઉ તેઓ હેડ કોન્સ્ટેબલ હતા. પ્રમોશન બાદ તેમણે ફિરોઝાબાદમાં ચન્દ્રપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી બનાવી દેવામાં આવ્યા. દિનેશ લગભગ 2 વર્ષથી ફિરોઝાબાદમાં જ પોલીસ વિભાગમાં સેવાઓ આપી રહ્યા હતા. ગુરુવારે રાત્રે IG ઝોન દીપક કુમારે ઘટાનસ્થળની મુલાકાત લીધી. તેમની સાથે SSP આશિષ કુમાર તિવારી, પોલીસ અધિક્ષક દેહાત કુમાર રણવિજય સિંહ, પોલીસ અધિક્ષક શહેર સર્વેશ કુમાર મિશ્રા, SOG ટીમ અને LIU ટીમ સાથે ફોરેન્સિક ટીમ પણ ઉપસ્થિત રહી.

IG દીપક કુમારે પોલીસ અધિકારીઓને સલાહ આપી કે આ કેસનો જલદા ખુલાસો થવો જોઈએ. આખરે કેમ વર્દીમાં એક પોલીસ અધિકારીની આ પ્રકારે હત્યા કરી દેવામાં આવી. પોલીસ હાલમાં ઘણા પહેલુંઓ પર તપાસ કરી રહી છે. કોઈ જૂની અદાવત હતી કે બદમાશોએ લૂંટના ઇરાદે હત્યા કરી. તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક દેહાત કુમાર રણવિજય સિંહે જણાવ્યું કે, આસપાસના વિસ્તારોમાં CCTV કેમેરા તપાસમાં આવી રહી છે જેથી પુષ્ટિ થઈ શકે કે કયા એવા અસામાજિક તત્વ છે. તે કયા વાહનથી આવ્યા અને કેમ હત્યાકાંડને અંજામ આપ્યો.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.