સબ ઇન્સ્પેક્ટર બન્યો લૂંટારો, એન્કાઉન્ટરની ધમકી આપીને વેપારી પાસે લૂંટ્યા 1 કરોડ
ચંદીગઢથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક એડિશનલ SHOએ પંજાબના એક મોટા વેપારીને એન્કાઉન્ટરની ધમકી આપીને તેની પાસે એક કરોડ રૂપિયા લૂંટી લીધા. જ્યારે વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી તો આરોપીએ પોતાના પ્રભાવથી કેસ ન નોંધાવા દીધો, પરંતુ જ્યારે કેસ SSP સુધી પહોંચ્યો તો આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. હવે તેના જ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
આરોપી સબ ઇન્સ્પેક્ટર અને તેના અન્ય સાથીઓ પર લૂંટ અને અપહરણની કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ કેસ ડકેતી, લૂંટ અને જીવથી મારવાની ધમકીનો છે. એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના અન્ય સાથીઓએ 2 હજાર રૂપિયાની નોટ બદલવાના નામ પર બંઠિડાના વેપારીનું અપહરણ કર્યું અને 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો અને સાથે જ જીવથી મારવાની ધમકી પણ આપી.
ફરિયાદકર્તા SSP કંવરદીપ સુધી પહોંચ્યો અને જણાવ્યું કેમ SHO નવીન ફોગાટ અને તેની ટીમે તેની પાસે 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેને જીવથી મારવાની ધમકી પણ આપી. એમ પણ કહેવામાં આવ્યું કે, નવીન ફોગાટ અધિકારીઓ સામે જ પોલીસ સ્ટેશનથી ફરાર થઈ ગયો કેમ કે DSPના કહેવા પર ફરિયાદકર્તાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યો તો તેણે નવીન ફોગાટને ઓળખી લીધો અને નવીન તેને બહાર લઇને ગયો અને તેની સાથે સમજૂતી કરવાની વાત કહી.
જો કે, ફરિયાદકર્તા ન માન્યો અને તેના તુરંત બાદ નવીન ફોગાટ ત્યાંથી ફરાર થઈ ગયો. આ દરમિયાન DSP ચરણજીતે આદેશ આપ્યા અને એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના ત્રણ અજાણ્યા પોલીસકર્મી સાથી, ઈમિગ્રેશન કંપની સર્વેશ, ગિલ, જતિન્દર વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં બધા આરોપી ફરાર છે. એડિશનલ SHO નવીન ફોગાટને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. DSP ચરણજીત સિંહ આ કેસની તપાસ કરી રહ્યા છે.
પોલીસે લૂંટેલી 75 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કેસની પૂરી તપાસ બાદ જ આ રકમ ફરિયાદકર્તાને પરત કરવામાં આવશે. આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓની પણ ભૂમિકા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. આ અગાઉ પણ આરોપી એડિશનલ SHO નવીન પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ત્યારે તે સાઇબર સેલમાં હતો. આ કેસમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ જ તેણે રેપ કેસમાંથી મુક્ત થયા બાદ ફરી ડ્યૂટી જોઇન્ટ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp