નરેન્દ્ર મોદીનું હિન્દુત્વ રાવણ જેવું છે કેમ કે તે પોતાના માટે છે: BJP નેતા

ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હરિયાણાના નૂહમાં થયેલી સાંપ્રદાયિક હિંસા માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે તે પૂરી રીતે પ્રશાસનિક નિષ્ફળતાનું પરિણામ છે. હિન્દુત્વનો ઊભાર નથી. એક વેબસાઇટના સંપાદક સાથે વાતચીત કરવા દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે, શું અયોધ્યાના રામ મંદિર આંદોલન બાદ હિન્દુત્વનો જે ઊભાર થયો, તેનાથી હિન્દુ-મુસ્લિમ સૌહાર્દ નબળું થયું?
તેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, નહીં.’ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પણ વિદેશ અને આર્થિક મોરચા પર પૂરી રીતે નિષ્ફળ બતાવી. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં તેઓ ભાજપ માટે પ્રચાર કરશે, પરંતુ નરેન્દ્ર મોદી માટે નહીં. તેમણે એ પણ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ 2024ની ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં. તેમણે કહ્યું કે, એ અત્યારે નહીં કહી શકાય કેમ કે આ નિર્ણય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કરશે. અત્યારે આ બાબતે કોઇ નિર્ણય થયો નથી અને RSS પોતાનો નિર્ણય પહેલાથી બતાવતું પણ નથી. એટલે ભાજપ બહુમતમાં આવવા છતા નરેન્દ્ર મોદીનું ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું નક્કી નથી.
સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ હાલમાં જ જે કહ્યું કે તેના ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, એ વાતની સંભાવનામાં કેટલો દમ છે? તેના જવાબમાં તેઓ બોલ્યા કે જો સાચી દિશામાં અને યોગ્ય નીતિઓ સાથે ચાલવામાં આવે તો અમેરિકા બાદ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તેમાં એ ધ્યાન આપવાની વાત છે કે તેઓ વર્ષ 2024 લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં એ અત્યારે નક્કી નથી.
સ્વામીને પૂછવામાં આવ્યું કે બે મહત્ત્વના મુદ્દા (અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ) પર જ્યારે તમે મોદી સરકારને પૂરી રીતે નિષ્ફળ બતાવી રહ્યા છો તો વર્ષ 2019માં બીજી વખત કેવી રીતે તેમના નામ પર ભાજપને બહુમત મળી ગયો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, વોટ હિન્દુત્વના નામ પર મળ્યા. ભાજપમાં હિન્દુત્વ માટે સમર્પિત નેતા અને કાર્યકર્તા છે. તેના પર પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી હિન્દુત્વ માટે સમર્પિત નથી. સ્વામીએ જવાબ આપ્યો કે મોદીનું હિન્દુત્વ રાવણ જેવું છે કેમ કે તે પોતાના માટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp