સુબ્રત રોયના અંતિમ સંસ્કારમાં બંને દીકરા ના આવ્યા, આ છે કારણ

PC: dailyo.in

સહારા ગ્રુપના વડા સુબ્રોતો રોયના ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેમનું મંગળવારે મુંબઇમાં નિધન થયું હતું. તેમના પૌત્રએ તેમના અંતિમ સંસ્કારને મુખાગ્નિ આપી હતી.આપ્યો. દરમિયાન તેમના બંને પુત્રો કે પત્ની અંતિમ સંસ્કારમાં સામેલ થયા ન હતા.

તેમના પાર્થિવ શરીરને લખનૌના ભેંસકુંડમાં લાવવામાં આવ્યા હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમની અંતિમ યાત્રા સહારા શહેરથી બૈકુંઠધામ પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ, રાજ બબ્બર, કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારી સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર હતા.

સુબ્રતોરોય ગુરુવારે પંચતત્ત્વમાં વિલિન થઇ ગયા હતા. તેમના પૌત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના બંને પુત્રો તેમના અંતિમ સંસ્કારમાં હાજર ન હતા. આ અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. સુબ્રોતોની પત્ની સ્વપ્ના રોય અને બે પુત્રો સીમંતો અને સુશાંતો મેસેડોનિયામાં રહે છે. સેબી અને અન્ય નાણાકીય એજન્સીઓ તેમના પુત્રો પર નજર રાખી રહી છે, તેથી જ તેમના બંને પુત્રો ભારત આવ્યા નથી.

સુબ્રતની પત્ની તેમના પૌત્ર સાથે ભારત આવ્યા હતા અને તેના અંતિમ સંસ્કાર કર્યા. સુબ્રોતોની પત્ની અને તેમના બંને પુત્રો મેસેડોનિયન નાગરિકતા ધરાવે છે.

આના એક દિવસ પહેલા, બુધવારે, તેમના પાર્થિવ દેહને લખનૌના ગોમતી નગર સ્થિત તેમના વિલા સહારા શહેર લાવવામાં આવ્યો હતો, જ્યાં સેંકડો લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.

સુબ્રોતો રોયનું મંગળવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા. રોય લાંબા સમયથી ગંભીર રીતે બીમાર હતા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રોયનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું હતું. સહારા પ્રમુખનો જન્મ 10 જૂન, 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો. તેમણે કોલકાતામાં પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યો. તે પછી ગોરખપુરની સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. સુબ્રોતો રોયે પોતાનો પહેલો બિઝનેસ ગોરખપુરથી જ શરૂ કર્યો હતો.

રોયના જીવનની સફર ગોરખપુરની સરકારી ટેકનિકલ સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે શરૂ થઈ હતી. 1976 માં, તેમણે સંઘર્ષ કરી રહેલી ચિટ ફંડ કંપની સહારા ફાઇનાન્સનો કબજો સંભાળતા પહેલા ગોરખપુરમાં બિઝેનસમાં પ્રવેશ કર્યો. 1978 સુધીમાં, તેમણે તેને સહારા ઈન્ડિયા પરિવારમાં પરિવર્તિત કર્યું, જે પાછળથી ભારતના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંનું એક બની ગયુ હતું.

રોયના નેતૃત્વ હેઠળ, સહારાએ ઘણા વ્યવસાયોમાં વિસ્તરણ કર્યું. આ જૂથે 1992માં હિન્દી ભાષાનું અખબાર રાષ્ટ્રીય સહારા શરૂ કર્યું હતું. 1990 ના દાયકાના અંતમાં પૂણે નજીક મહત્વાકાંક્ષી એમ્બી વેલી સિટી પ્રોજેક્ટ શરૂ કર્યો અને સહારા ટીવી સાથે ટેલિવિઝન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જેને પાછળથી સહારા વન નામ આપવામાં આવ્યું. સહારાએ 2000 ના દાયકામાં લંડનની ગ્રોસવેનર હાઉસ હોટેલ અને ન્યૂ યોર્ક સિટીની પ્લાઝા હોટેલ જેવી પ્રતિષ્ઠિત મિલકતોના સંપાદન સાથે આંતરારાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp