રૂ. 15 હજારમાં 50 હજારની નકલી નોટ, સુરત, ચૈન્નેથી લઇ ચાઇના સુધી નેટવર્ક

PC: .divyabhaskar.co.in

દશેક દિવસ પહેલા સુરતના અમરોલી વિસ્તારમાંથી નકલી નોટ સાથે પકડાયેલા કાંતિલાલ મેવાડાની પુછપરછમાં પોલીસને એક કડી મળી હતી જેના આધારે સુરત પોલીસે ચેન્નાઇમાં  નકલી નોટ બનાવવાનું કારખાનું પકડી પાડ્યું છે અને ત્યાંથી 17 લાખ રૂપિયાની નકલી નોટો કબ્જે કરી છે. નવાઇની વાત એ છે કે ચેન્નાઅનો આ માણસ નકલી નોટ બનાવવા માટેના કાગળ ચીનથી મંગાવતો હતો. અમરોલી અને ચેન્નાઇ મળીને પોલીસે કુલ 22, 79, 500 રૂપિયાની બનાવટી નોટ કબ્જે કરી છે.

14 એપ્રિલે સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક ફોન આવ્યો હતો કે અમરોલીમાં નકલી નોટનો વેપલો થાય છે. પોલીસે તરત દરોડા પાડીને કાંતિલાલ મેવાડા નામની વ્યકિતની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 500 રૂપિયાની બનાવટી 32 નોટ  કબ્જે કરી હતી. કાંતિ મેવાડાની માહિતીને આધારે પોલીસ ત્યાં જ રોકાઇ હતી અને માઇકલ રાઇવન નામનો એક વ્યકિત આવ્યો તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 4,89 લાખની નકલી મોટ મળી હતી.પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કરી હતી.

આરોપીઓની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યુ હતું કે, આ આખા બનાવટી નોટનો માસ્ટર માઇન્ડતો ચેન્નઇમાં છે. પોલીસે આરોપી ઝડપી લેવા માટે ઓપરેશન ચેન્નઇ હાથ ધર્યું હતું. એક ટીમને ચેન્નઇ મોકલવામાં આવી હતી. 21 એપ્રિલના દિવસે સુરત પોલીસે ચેન્નઇમાં રહેતા સુર્યા સેલ્વારાજને પકડી લીધો હતો. પોલીસે તેના ઘરમાંથી 17 લાખ રૂપિયાની બનાવટી નોટ કબ્જે લીધી હતી, ચાઇનાથી મંગાવેલા 20 કાગળ પણ પોલીસે કબ્જે લીધા હતા.

પોલીસની પુછપરછમાં સુર્યાએ કહ્યુ કે વર્ષ 2016-17માં તેને શેરબજારમાં મોટું નુકશાન થયું હતું એટલે પૈસા કમાવવાનો આ શોર્ટ કર્ટ તેને મળી ગયો હતો. સુર્યાએ પોતે થ્રી ડી એનિમેશનનો કોર્સ કરેલો છે. તે ઇન્ટરનેટ પરથી નકલી નોટ બનાવવાનું શિખ્યો હતો અને ઘરમાં જ નોટ છાપતો હતો.

આમ અગાઉ ઝડપાયેલા આરોપી માઈકલ ફર્નાડીઝને તેની માંગણી મુજબ ડીસેમ્બર-2022થી આજદિન સુધીમાં રૂ.79 લાખની બનાવટી ચલણી નોટ છાપી હતી અને તેના બદલામાં તેને આશરે રૂ.15 લાખ એકાઉન્ટમાં મેળવ્યા હતા. આરોપી સુર્યાસેલ્વરાજ બનાવટી ચલણી નોટ ક્યારેક રૂબરૂ તો ક્યારેકર કુરીયર કંપની મારફતે સહ આરોપીઓને મોકલી આપતો હતો. જાન્યુઆરી 2023માં હૈદરાબાદ ખાતે રહેતા એક વ્યક્તિને કુલ રૂ.52 લાખની બનાવટી ભારતીય ચલણી નોટ આપી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સુર્યાસેલ્વરાજ નાએ સહ આરોપી માઈકલ ફર્નાડીઝ તથા અન્ય સહ આરોપીઓ સાથે મળી અલગ અલગ રાજ્યોમાં બનાવટી ભારતીય ચલણી નોટ મોકલતો હતો. 50,000ની નકલી નોટ માટે અસલી 15,000 રૂપિયાની રકમ આ બનાવટી નોટ બનાવનારા મેળવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp