ફરાહ હુસૈન જે માત્ર 26 વર્ષની ઉંમરે બની IAS, પરિવારમાં 14 અધિકારી છે

PC: twitter.com

પોતાના પર અતૂટ વિશ્વાસ જ પોતે અપાર સફળતા અપાવી શકે છે. એવું જ કંઇક કરી દેખાડ્યું છે, ઝુઝુનુના મુસ્લિમ પરિવારમાં જન્મેલી ફરાહ હુસૈને. મુસ્લિમ પરિવારોમાં છોકરીઓને વધારે ભણાવવામાં આવતી નથી અને નાની ઉંમરમાં જ લગ્ન પણ કરાવી દેવામાં આવે છે, પરંતુ ફરહાના પરિવારે તેનો પૂરો સાથ આપ્યો. એ જ સાથની મદદથી ફરાહે માત્ર 26 વર્ષની ઉંમરમાં વર્ષ 2016માં દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા UPSC પાસ કરીને 267મો રેન્ક હાંસલ કર્યો.

ફરાહનો જન્મ ઝુઝુનુના નુઆં ગામમાં થયો હતો. તે બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. તેમના પિતા અશફાક હુસેન દૌસાના જિલ્લા કલેક્ટર હતા. તેમના મોટા ભાઇ રાજસ્થાન હાઇ કોર્ટમાં વકીલ છે. તેમના કાકા પોલીસ અધિકારી હતા. તેમના પરિવારના 14 કરતા પણ વધારે સભ્ય પ્રશાસનિક સેવામાં છે. રાજસ્થાનથી જ પ્રાથમિક શિક્ષણ બાદ ફરાહે મુંબઇમાં જઇને લૉનો અભ્યાસ કર્યો. લૉ કર્યા બાદ ફરાહે પ્રશાસનિક સેવામાં જવાનું મન બનાવી લીધું અને તૈયારીમાં લાગી ગઇ.

તેના માટે એક મહિનો કોચિંગ પણ કરી, પરંતુ તેને આ સમયની બરબાદી લાગી અને પોતે જ તૈયારીઓમાં લાગી ગઇ. રોજ 10-15 કલાકની તૈયારીની મદદથી જ ફરાહ હુસૈને વર્ષ 2016માં 267મો રેન્ક હાંસલ કર્યો. તેની સાથે જ ફરાહ રાજસ્થાનની બીજી મુસ્લિમ IAS બની ગઇ. કોચિંગ વિના UPSC પરીક્ષા પાસ કરીને ફરાહે લાખો યુવાઓ સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે. સાથે જ એ પળ તેમના પિતા માટે પણ ખૂબ જ ગૌરવની રહી. ફરાહના પરિવારમાં 3-3 IAS, 1 IPS અને 5 RAS છે. સાથે જ એક RPSના બરાબરની સેવામાં પણ છે.

આ પરિવારના સભ્ય પ્રશાસનિક સેવામાં:

લિયાકત અલી: IPS, રિટાયર્ડ.

અશફાક હુસૈન: IAS.

જાકીર હુસૈન: IAS.

શાહીન ખાન: RAS.

સલીમ ખાન: RAS.

કમરૂલ જમાલા ખાન: IAS

સના સદ્દિકી (RAS સલીમની પત્ની).

મોનિકા જાવેદ: RAS.

તો ઉત્તર પ્રદેશમાં લલિતપુર જિલ્લાના 26 વર્ષીય પ્રખર જૈન સતભૈયા IAS માટે સિલેક્ટ થયા છે. તેમણે UPSCની પરીક્ષા વર્ષ 2020માં દેશમાં 90મો રેન્ક હાંસલ કર્યો છે. ખાસ વાત એ છે કે તેમના દ્વારા લોકડાઉનના કારણે કોઇ કોચિંગ ન કરી અને ઘર પર જ પુસ્તકો અને ગુગલના માધ્યમથી 8-9 કલાકનું વાંચન કર્યું.

પ્રખર લલિતપુર શહેરથી પહેલા વ્યક્તિ બન્યા છે જે ડાયરેક્ટ IAS બન્યા છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવનારા  છત્રસાલપુરાના રહેવાસી રાકેશ જૈનનો પુત્ર 26 વર્ષીય પ્રખર જૈન UPSC 2020માં 90મો રેન્ક હાંસલ કરીને IAS બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp