26th January selfie contest

પ્રવાસી ભારતીય સંમેલનની આવી તૈયારીઓ, 'દિવાલો' ઊભી કરીને ગરીબી છૂપાવી?

PC: twitter.com/INCIndia

17મું પ્રવાસી ભારતીય સંમેલન ઈન્દોર સોમવાર, 9 જાન્યુઆરીએ ઈન્દોરમાં શરૂ થયું, જેને ભારતનું સૌથી સ્વચ્છ શહેર કહેવામાં આવે છે. ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં શરૂ થયેલા આ ત્રણ દિવસીય સંમેલનમાં PM નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. ઘટનાને ધ્યાનમાં રાખીને શહેરને શણગારવામાં આવ્યું છે અને રંગરોગાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બ્યુટીફીકેશનના નામે એરપોર્ટ રોડથી સુપર કોરીડોર સુધીની અનેક કોલોનીઓમાં દીવાલો ઉંચી કરીને અને લોખંડના પતરા ઉભી કરીને છુપાવી દેવામાં આવી છે. પ્રવાસી સંમેલનમાં ભાગ લેનાર NRI આ માર્ગ પરથી પસાર થશે.

ઈન્દોરના દેવી અહિલ્યા બાઈ એરપોર્ટ રોડથી સુપર કોરિડોર સુધીનો રસ્તો લગભગ 2 કિલોમીટરનો છે અને આ દરમિયાન રસ્તાના કિનારે લગભગ 100 ઘરો છે. વહીવટીતંત્રે અતિક્રમણને ઉલ્લેખીને આમાંના ઘણા મકાનોના ભાગો પર બુલડોઝર ચલાવ્યું છે. રોડને અડીને આવેલ ફૂટપાથ અને દિવાલો ઢાંકી દેવામાં આવી છે. આ સાથે વહીવટીતંત્રે અન્ય એક સર્વિસ રોડ બનાવ્યો છે જેથી આ વસાહતોના લોકો મુખ્ય માર્ગને બદલે તે સર્વિસ રોડ પરથી પોતાના ઘરે જઈ શકે.

 

પટેલ નગરમાં રહેતા સંતોષ ચૌધરી ચાની નાની દુકાન ચલાવતા હતા. જોકે હવે પ્રશાસનના બુલડોઝર બાદ તેઓ રસ્તા પર જ ચા બનાવી રહ્યા છે. સંતોષ ચૌધરી કહે છે, 'તમે અહીં રહેતા લોકોના મકાનો તોડી રહ્યા છો, તેઓ લાંબા સમય સુધી તેમના મકાનો રિપેર કરી શકશે નહીં. સરકાર અમને જે રીતે મારવા માંગે છે, તે રીતે અમને મારી લે. તમે તો સૌથી ઉપર સુધી બેઠા છો, તમે અમારી સાથે જેવું  ઈચ્છો છો તેવું કરો. અમે તો તમારી સામે હાથ જોડીને એમ કહીએ છીએ કે, તમે જે પણ કરી રહ્યાં છો તે ખૂબ જ સારું કરી રહ્યાં છો.'

સૂત્રો સાથે વાત કરતા, અન્ય એક વ્યક્તિ, કે જેનું ઘર પર પણ બુલડોઝ ચલાવવામાં આવ્યું છે, તેણે કહ્યું કે, 'તેઓ ઘર તોડીને દિવાલ ઉંચી કરી રહ્યા છે. અમે બધાએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેઓ સાંભળતા નથી, તો અમે શું કરીએ. અમે તો એક વર્ષ પહેલા જ પોતાનું ઘર બનાવ્યું હતું.'

બીજી તરફ વહીવટીતંત્ર આવી કોઈ દિવાલ બનાવી હોવાનો ઈન્કાર કરી રહ્યું છે. સૂત્રો સાથે વાત કરતા, ઇન્દોર મ્યુનિસિપલ કમિશનર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે, 'મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, અને લોખંડના બેરિકેડ્સ એ જ પ્રોજેક્ટના છે. જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે તેમાં કેટલોક ભાગ ઘેરવામાં આવ્યો છે પરંતુ દિવાલ ઉભી કરવામાં આવી નથી.'

કોંગ્રેસે પણ ઈન્દોર પ્રશાસનની આ કાર્યવાહી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે પોતાના એક ટ્વીટમાં એક તસવીર પોસ્ટ કરીને સવાલ પૂછ્યો છે કે, PM મોદી ગરીબોથી આટલા નારાજ કેમ છે?

'BJP અને PM મોદી ગરીબોને આટલી બધી નફરત કેમ કરે છે? આ તસવીર MPના ઈન્દોરની છે. ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલન યોજાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં એરપોર્ટ રોડના બંને કિનારે રહેતા ગરીબોના ઘર છુપાવવા માટે BJP સરકારે દિવાલ બનાવી છે. PM મોદી ગરીબોથી આટલા નારાજ કેમ છે?'

ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ 'યુક્તિ' અમને ફેબ્રુઆરી 2020માં જ્યારે US રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટીને છુપાવવા માટે ઊભી કરવામાં આવેલી દિવાલોની યાદ અપાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp