સુદર્શન ન્યૂઝના એડિટર મુકેશ કુમારની ધરપકડ, જાણો શું છે આરોપ

PC: hindustantimes.com

હરિયાણાની નૂહ હિંસાને લઈને ભ્રામક પોસ્ટ કરવાના આરોપમાં ટી.વી. ન્યૂઝ ચેનલ સુદર્શન ન્યૂઝના એડિટર મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ કુમારની ગુરુગ્રામ સાઇબર પોલીસ સ્ટેશનની પૂર્વી પોલીસે ધરપકડ કરી છે. સુદર્શન ન્યૂઝના રેસિડેન્ટ એડિટર મુકેશ કુમાર પર નૂહ અને આસપાસના જિલ્લાઓમાં સાંપ્રદાયિક હિંસા સાથે સંબંધિત સોશિયલ મીડિયા પર કથિત ઉશ્કેરણીજનક પોસ્ટ કરવાનો આરોપ છે.

31 જુલાઇના 2023ના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની યાત્રા પર હુમલા અને ત્યારબાદ ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં 6 લોકોના મોત થઈ ગયા હતા અને 50 કરતા વધુ લોકોના મોત થયા હતા. મુકેશ કુમારની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ટી.વી. ચેનલ સુદર્શન ન્યૂઝે કહ્યું કે, આ મીડિયાની સ્વતંત્રતા પર પ્રહાર છે. જો કે, ચેનલે પહેલા દાવો કર્યો હતો કે કેટલાક ગુંડાઓ દ્વારા મુકેશ કુમારનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

ગુરુગ્રામ પોલીસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, મુકેશ કુમારને સાઇબર ક્રાઇમ, પૂર્વી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ 9 ઑગસ્ટના રોજ IPCની કલમ 153(B), 401, 469 અને 505 (1) અને IT અધિનિયમની કલમ 66(C) હેઠળ FIR નોંધવામાં આવી હતી. ગુરુગ્રામ પોલીસે મુકેશ કુમારના દાવાઓનું ખંડન કર્યું છે અને તેને નિરાધાર, ખોટા અને ભ્રામક બતાવ્યા છે. પોલીસ દ્વારા પત્રકાર વિરુદ્ધ IT અધિનિયમની સંબંધિત કલમ અને અન્ય કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી.

મુકેશ કુમારે 8 ઑગસ્ટના રોજ લખ્યું હતું કે, @AJNews (અલ જજીરા ન્યૂઝ ચેનલ), ગુડગાંવ પોલીસ કમિશનરને કોલ કરી રહી છે અને એ હિન્દુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ બનાવી રહી છે. કોલ બાદ @DC_Gurugram એટલા દબાવમાં આવી જાય છે કે તેઓ હિન્દુ કાર્યકર્તાઓને પસંદ કરવા લાગે છે. સહાયક પોલીસ કમિશનર (ગુના) વરુણ દહિયાએ શુક્રવારે કહ્યું કે, મુકેશ કુમારની ધરપકડ કરી લેવામાં આવી અને તેની મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

પોલીસે આગળ જણાવ્યું કે, ઘટનાની તપાસ શરૂ થઈ અને 11 ઑગસ્ટના રોજ મુકેશની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ સુદર્શન ન્યૂઝનો જવાબ પણ આવ્યો. તેણે લખ્યું કે, ગુરુગ્રામ પોલીસે મુકેશ કુમારને ‘રાષ્ટ્રીય એકતાના જોખમ’ માટે ધરપકડ કરવાની જાણકારી આપનારી પ્રેસ નોટ, તેમને ગુંડાઓની જેમ ઉઠાવ્યાના 7 કલાક બાદ જાહેર કરવામાં આવી. આ ધરપકડ પૂરી રીતે ગેરકાયદેસર છે અને ખોટી છે. સુદર્શન મુકેશ કુમાર સાથે છે અને ધરપકડને મીડિયાના સ્વતંત્રતા પર આક્રમણ માને છે. ચેનલે જણાવ્યું કે, આ બાબતની વિસ્તૃત જાણકારી ચેનલના એડિટર મુકેશ ચવ્હાણકે પોતાના શૉમાં આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp