11 કિલો સોના અને 101 હીરાનો મુકુટ રામલલાને આપવા માગે છે સુકેશ,જેલથી લખી ચિઠ્ઠી

દિલ્હીની જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે હવે એક નવી ઈચ્છા વ્યક્ત કરી છે. તે અયોધ્યા રામ મંદિરમાં રામલલાની મૂર્તિ માટે 11 કિલો સોના અને 101 હીરાઓથી જાડેલો મુકુટ દાન કરવા માગે છે. તેના માટે તેણે જેલથી એક ચિઠ્ઠી લખી છે અને મૂર્તિ દાન કરવાની મંજૂરી માગી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખને લખેલી 2 પાનાંની ચિઠ્ઠીમાં તેણે લખ્યું કે, તે રામલલાની મૂર્તિ માટે એક મુકુટ દાન કરવા માગે છે. તે પોતાના સામર્થ્ય મુજબ દાન કરી રહ્યો છે.

તેણે જણાવ્યું કે, તે અહીં જે મુકુટની વાત કરી રહ્યો છે તે 11 કિલોના 916 કેરેટથી બનેલો છે. તેની સાથે જ એ મુકુટ 101 હીરાથી જડેલો છે અને દરેક હીરાનું વજન 5 કેરેટ છે. સુકેશ ચંદ્રશેખરે ચિઠ્ઠીમાં બતાવ્યું કે, તે અને તેનો પરિવાર ભગવાન શ્રીરામના ખૂબ મોટો ભક્ત છે અને તેના માટે એવો મુકુટ દાન કરવો સપનું સાચું થવા જેવું છે. અમારી પાસે આજે જે કંઇ પણ છે તે ભગવાન રામના આશીર્વાદના કારણે છે. એવામાં અમારું નાનકડું યોગદાન આ મહાન મંદિરનો હિસ્સો બનશે, એ અમારા માટે ખૂબ મોટો આશીર્વાદ છે. સુકેશ ચંદ્રશેખરે ચિઠ્ઠીમાં મુકુટ બનાવનાર જ્વેલર બાબતે પણ જણાવ્યું છે અને કહ્યું કે તેના ખાસ નિર્દેશો મુજબ જ આ મુકુટને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સુકેશના જણાવ્યા મુજબ, વર્ષ 1900થી જ્વેલરી બનાવવાનું કામ કરી રહેલા દક્ષિણ ભારતના એક જ્વેલરે આ શાનદાર મુકુટ તૈયાર કર્યો છે. આ ચિઠ્ઠી મુજબ, સુકેશના વકીલ ટ્રસ્ટને આ મુકુટ તેની તરફથી દાન કરશે. સુકેશના કાયદાકીય સલાહકાર અનંત મલિક અને સ્ટાફ સભ્યને તેની જવાબદારી આપી છે. તે તેની સાથે જોડેલી દરેક જરૂરી વસ્તુ બિલ, પ્રમાણપત્ર અને કાયદાકીય ઔપચારીકતાનું ધ્યાન રાખશે. ઠગ સુકેશે કહ્યું કે, ચંદ્રશેખર અને તેનો પરિવાર આભારી હશે, જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ અભિષેક સમારોહમાં રામલલાની મૂર્તિ પર મુકુટ રાખી શકાય. હાલમાં તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંડોલી જેલમાં બંધ છે.

કોણ છે મહઠગ સુકેશ ચંદ્રશેખર?

સુકેશ કર્ણાટકના બેંગ્લોરનો રહેવાસી છે. તે વર્ષ 2007માં 17 વર્ષની ઉંમરમાં છેતરપિંડીના કેસમાં પહેલી વખત જેલ ગયો હતો. તેણે એક જાણીતા વરિષ્ઠ રાજનેતાના પુત્રનો મિત્ર હોવાનો દાવો કરીને એક પારિવારિક મિત્રને 1.5 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. સુકેશે એક્ટ્રેસ લીના મારિયા પોલ સાથે લગ્ન કર્યા છે. તે છેતરપિંડીના કેસમાં તેનો સાથ આપતી રહી. વર્ષ 2021માં સુકેશની 5 અન્ય જેલ અધિકારીઓ સાથે 200 કરોડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી.

આ દરમિયાન સુકેશ પર આરોપ લાગ્યો કે પૈસાના દમ પર તિહાડની રોહિણી જેલમાં સુકેશને એક પૂરી બેરેક એકલાને રહેવા માટે આપી દેવામાં આવી હતી. આ તમામ આરોપો બાદ સુકેશને કોર્ટના આદેશ પર તિહાડની રોહિણી જેલમાં મંડોલી જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. ગત દિવસોમાં જ સુપ્રીમ કોર્ટે 200 કરોડ રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલીના મામલે સુકેશની પત્ની લીના પોલની જામીની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.