બાળકના શબને લઇને જતા હતા, કાર ડમ્પરમાં ઘુસી ગઇ, 5ના ઘટના સ્થળે જ મોત

PC: twitter.com

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં રવિવારે બપોરના સમયે એક કાર પુરઝડપે જઇ રહી હતી ત્યારે રસ્તા પર ઉભેલા ડમ્પર સાથે પાછળથી ભટકાઇ ગઇ હતી ઘટના સ્થળે જ 5 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા કલેકટર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  આ આખી ઘટનાની કરુણાંતિકા એવી છે કે  પરિવારના એક બાળકને હોસ્પિટલમાં બતાવવા દિલ્હી લઇ જવાયો હતો અને બાળકને પાછા લઇને પરિવાર બિહાર જઇ રહ્યો હતો. હવે થયું કે રસ્તામાં જ બાળકનું મોત થઇ ગયું હતું અને એ સદમો પરિવાર સહન કરે એની થોડી જ વારમાં અકસ્માત થઇ ગયો હતો અને 5 લોકો મોતને ભેટ્યા હતા, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષો હતા. તમે અકસ્માતની તસ્વીરો જોશો તો વિહવળ થઇ જશો, કારણ કે કારના તો ભૂક્કા બોલી ગયા હતા, પરંતુ  કારની અંદર મૃતદેહોના પણ ચિથરા ઉડી ગયા હતા. પોલીસે લોકોની મદદથી મહામહેનતે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ અકસ્માત અખંડ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. માહિતી મળતાં જ DM જસજીત કૌર અને એસપી સોમેન વર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. DM જસજીત કૌરે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને અકસ્માતમાં મોતને ભેટેલાં લોકોના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. DMએ કહ્યું કે કારને ભારે નુકશાન થયું છે અને કારના સવાર લોકોના મૃતદેહો પણ ખરાબ રીતે વિકૃત થઇ ગયા છે. ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કઢાયા છે.

ડીએમએ કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કારને ભારે નુકસાન થયું છે. કાર સવારોના મૃતદેહ પણ ખરાબ રીતે વિકૃત થઈ ગયા છે. મૃતદેહો કારમાં ફસાયેલા હતા, જેને પોલીસકર્મીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાસ્થળની તપાસ ચાલી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ, બિહારના સાસારામમાં રહેતા સલીમના સાડા ત્રણ મહિનાના પુત્ર એહસાનની તબિયત સારી ન હતી. પરિવારના સભ્યો તેને સારવાર માટે દિલ્હી AIMSમાં લઈ ગયા. જ્યાં તબીબોએ જવાબ આપ્યો હતો. આ પછી બધા પુત્ર સાથે સ્વિફ્ટ ડિઝાયર કારમાં બિહારના રોહતાસ પરત ઘરે જઈ રહ્યા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રસ્તામાં જ અહેસાનનું મોત થયું હતું. આના થોડા સમય પછી, બપોરે લગભગ 12 વાગ્યે, કાર KM-183 એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભોગ બની હતી.

આ ગંભીર અકસ્માતમાં સલીમની પત્ની રૂખસાર, સાઇના ખાતુન, સાહિલ ખાન, નાની જમિલા અને કાર ચાલક શાહરૂખના ઘટના સ્થળે મોત થયા હતા. મતલબ કે એક જ દિવસે પરિવારના 6 લોકો કાળનો કોળિયો બની ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp