ટ્વીન ટાવરની જગ્યા પર હવે શું બનશે? સામે આવ્યું કંપનીનું નવું પ્લાનિંગ

PC: news18.com

નોઈડાના સેક્ટર 93-Aમાં સ્થિત ટ્વીન ટાવરને 28 ઓગસ્ટના રોજ વિસ્ફોટકો લગાવીને તોડી પાડવામાં આવ્યા હતા. સેંકડો કરોડના ખર્ચે બનેલો આ ટાવર હવે કાટમાળમાં ફેરવાઈ ગયો છે. કાટમાળ હટાવ્યા બાદ આ જમીનનું શું થશે, તે અંગે લોકોના મનમાં તમામ પ્રકારના પ્રશ્નો ચાલી રહ્યા છે. કાટમાળને હટાવવા માટે ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે, ત્યાર બાદ જ આ ટાવરની જમીનનો ફરીથી ઉપયોગ કરી શકાશે.

કંપનીને લગભગ 500 કરોડનું નુકસાન

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, સુપરટેકના ચેરમેન R.K.અરોડા કાટમાળ હટાવ્યા બાદ તે જમીન પર નવો હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. આ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ટાવર ધરાશાયી થયા પછી R.K.અરોડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ટ્વીન ટાવરને તોડી પાડવાથી કંપનીને લગભગ 500 કરોડનું નુકસાન થયું છે. ઓથોરિટી પાસેથી આ જગ્યાનો ફરી વાર ઉપયોગ કરવાની મંજૂરી માંગવામાં આવશે. જો ઓથોરિટી મંજૂરી નહીં આપશે તો બિલ્ડર જમીનની કિંમત અને અન્ય ખર્ચ પરત આપવાની માંગ કરશે.

જમીનની હાલની કિંમત આશરે 80 કરોડ

અરોડાએ કહ્યું કે, કાટમાળ હટાવ્યા પછી, રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવા માટે નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે. જરૂરત પડશે તો, એમરાલ્ડ કોર્ટ સોસાયટીના RWAની પણ સંમતિ લેવામાં આવશે. અહીં ઓથોરિટી તરફથી કુલ 14 એકર જમીન ફાળવવામાં આવી હતી, જેમાંથી બે એકર જમીન પર ટ્વીન ટાવર બનાવવામાં આવ્યા હતા. હાલના સમયમાં જમીનની કિંમત આશરે 80 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

RWAએ કહી, મંદિરના નિર્માણની વાત

બીજી તરફ ગત દિવસોમાં RWAની બેઠકમાં ટ્વિન ટાવરની જગ્યાએ ભવ્ય મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ બાકીની બચેલી જમીન પર બાળકોને રમવા માટે મોટો પાર્ક પણ બનાવવાની વાત કહેવામાં આવી હતી. જો કે, હાલમાં મોટી વાત એ છે કે સુપરટેકની એમરાલ્ડ કોર્ટનું હેન્ડઓવર સોસાયટીને નથી. હાલમાં માલિકીનો હક બિલ્ડરની પાસે જ છે. બિલ્ડર ત્યાં કોઈપણ પ્રકારનું કોઈ પણ બાંધકામ કરે છે તો તેણે બે તૃતીયાંશ સોસાયટીના લોકોની સંમતિ લેવી પડશે.

અત્રે ઉલ્લેખનિય છે કે. આ અંગે બિલ્ડર અને RWAની અલગ-અલગ બાજુઓ છે. ત્યારે કંપની દ્વારા ફરીથી સાઇટનો ઉપયોગ કરવા માટે ઓથોરિટી પાસે પરવાનગી માંગવામાં આવશે. જો ઓથોરિટી મંજૂરી નહીં આપે તો બિલ્ડર જમીનની કિંમત અને અન્ય ખર્ચ પરત કરવાની માંગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp