'ગુપ્તાંગ દબાવવું એ હત્યાનો પ્રયાસ નથી',અનોખા નિર્ણયમાં હાઈકોર્ટે આરોપીની સજા ઘટ

PC: jantaserishta.com

કર્ણાટક હાઈકોર્ટે 13 વર્ષ પહેલા લડાઈ દરમિયાન પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડવાના કેસમાં નીચલી અદાલત દ્વારા 7 વર્ષની સજા પામેલા આરોપીની સજામાં ઘટાડો કર્યો છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે ઝઘડા દરમિયાન અન્ય વ્યક્તિના અંડકોષ અથવા ગુપ્તાંગને દબાવવાને 'હત્યાનો પ્રયાસ' કહી શકાય નહીં. હાઈકોર્ટનો આ નિર્ણય નીચલી અદાલતના આદેશથી અલગ છે, જેણે 38 વર્ષીય આરોપીને ગંભીર ઈજા પહોંચાડવા બદલ દોષી ઠેરવ્યો હતો અને તેને 7 વર્ષની સજા ફટકારી હતી. હાઈકોર્ટે દોષિતની સજાને 7 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધી છે.

આ મામલો કર્ણાટક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલો 2010નો છે. 2012માં ટ્રાયલ કોર્ટે આમાં પરમેશ્વરપ્પાને દોષિત ઠેરવ્યા હતા. આ સાંભળ્યા બાદ કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, 'સ્થળ પર આરોપી અને ફરિયાદી વચ્ચે લડાઈ થઈ હતી. તે ઝઘડા દરમિયાન આરોપીએ ફરિયાદીનું અંડકોષ દબાવ્યું હતું, જેથી આરોપીએ તેને મારી નાખવાના ઈરાદાથી આ કૃત્ય કર્યું હોય તેવું કહી શકાય નહીં. જો આરોપીએ હત્યાની તૈયારી કરી હોય અથવા હત્યાનો પ્રયાસ કર્યો હોય, તો તે તેના માટે કોઈ ઘાતક હથિયાર પોતાની સાથે લાવી શક્યો હોત.'

જસ્ટિસ કે નટરાજને પોતાના તાજેતરના ચુકાદામાં કહ્યું કે, 'આરોપીએ શરીરના મહત્વના ભાગ 'અંડકોષ'ને દબાવી દીધો હતો જે મૃત્યુનું કારણ બની શકે છે. આ ઘટના બાદ ઘાયલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી અને અંડકોષ દૂર કરવામાં આવ્યો. જે ગંભીર ઘા છે. તેથી, મારા મતે, એવું ન કહી શકાય કે, આરોપીએ દૂષિત ઈરાદા અથવા તૈયારી સાથે હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી દ્વારા થતી ઇજા ભારતીય દંડ સંહિતાની કલમ 324 હેઠળ ગુનો ગણાશે, જે શરીરના મહત્વપૂર્ણ 'ગુપ્તાંગ'ને નુકસાન પહોંચાડવા સાથે સંબંધિત છે.

2010માં બનેલી ઘટનાની જાણ પીડિત ઓમકારપ્પાએ કરી હતી. તેમનો આરોપ હતો કે તે અને અન્ય લોકો ગામના મેળા દરમિયાન 'નરસિંહસ્વામી'ના સરઘસની સામે નાચતા હતા. ત્યારબાદ આરોપી પરમેશ્વરપ્પા મોટરસાઇકલ પર ત્યાં આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો. તે પછીની લડાઈ દરમિયાન, પરમેશ્વરપ્પાએ ઓમકારપ્પાના અંડકોષને દબાવી દીધો. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી.પોલીસ તપાસ અને ટ્રાયલ બાદ આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. ચિક્કામગાલુરુ જિલ્લાના મુગાલીકટ્ટે ગામના રહેવાસી પરમેશ્વરપ્પાએ ચિક્કામગાલુરુમાં ટ્રાયલ કોર્ટની સજાને પડકારતી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp