3 વર્ષથી જેલમાં ઉમર ખાલિદ, છતાં જામીન શા કારણે નથી મળી રહ્યા જાણો

PC: indiatoday.com

દિલ્હી રમખાણના કેસમાં 3 વર્ષ પહેલા દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020ના રોજ JNUના પૂર્વ છાત્ર નેતા ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. ત્યારથી ઉમર જેલમાં છે. હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી તે જામીનની અરજી કરી રહ્યો છે. પણ તેને હજુ સુધી જામીન મળ્યા નથી. ઉમર ખાલીદ પર UAPA અને IPCની ધારા હેઠળ કેસ દાખલ છે. તેના પર કરવામાં આવેલો કેસ ઉત્તર પૂર્વીય દિલ્હી રમખાણોથી સંબંધિત છે. જે 2020માં નાગરિકતા કાયદાને લઇ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે થયા હતા.

આ વિરોધ પ્રદર્શનોને કારણે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં હિંસા થઇ હતી. આ હિંસામાં 53 લોકોના મોત થયા હતા અને 700 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાછલા 3 વર્ષોમાં આ મામલામાં ઘણી ધરપકડો થઇ અને આરોપપત્ર પણ દાખલ કરવામાં આવ્યા. ઉમર ખાલીદ પર ઘણાં ભડકાઉ ભાષણો અને પૂર્વીય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા દરમિયાન લોકોને રસ્તા પર અવરોધ કરવા માટે ભડકાવવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી પોલીસનો આરોપ છે કે, તેણે આતંરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા અને અલ્પસંખ્યકોને લઇ ખોટો પ્રચાર કરવાના ઈરાદાથી આવું કર્યું હતું. ત્યાર પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.

ધરપકડ પછીથી તે સતત પોતાની જામીન અપીલ કરી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ સામે દિલ્હી પોલીસના આરોપોના વિરોધમાં ઉપલબ્ધ પુરાવા જોવા રાજી થઇ ગઇ છે. આનાથી ઉમર ખાલિદને આશા મળી છે. સુપ્રીમ કોર્ટે તેને 4 અઠવાડિયા પછીની તારીખ આપી છે. જણાવીએ કે, આ પહેલા દિલ્હી હાઈકોર્ટે 24 માર્ચ, 2022ના રોજ ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી. તેની સામે ઉમરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જામીનની અરજી કરી હતી.

દિલ્હી હાઈકોર્ટ પહેલા કાકડડૂમા જિલ્લા અદાલતે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જિલ્લા અદાલતના ચૂકાદા સામે ઉમર ખાલિદે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે જામીન અરજીને લઇ સુનાવણી કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર જામ અને વિરોધ પ્રદર્શન પહેલેથી જ આયોજિત કરવામાં આવ્યા હતા એવું લાગે છે. હાઈકોર્ટે હિંસા ભડકાવવાના ષડયંત્રનો ઉલ્લેખ પણ તેમના ચૂકાદામાં કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp