- National
- કેજરીવાલને રાહત, SCએ 9 વર્ષ જૂના કેસમાં કાર્યવાહી પર લગાવી રોક
કેજરીવાલને રાહત, SCએ 9 વર્ષ જૂના કેસમાં કાર્યવાહી પર લગાવી રોક
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. કોર્ટે વર્ષ 2014ની સંસદીય ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વિરુદ્ધ કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરવા લઈને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કાર્યવાહી પર લાગેલી મધ્યસ્થ રોક સોમવારે વધારી દેવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે અલ્લાહાબાદ હાઇ કોર્ટની લખનૌ પીઠે એક આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
હાઇકોર્ટે જાન્યુઆરીમાં સુલ્તાનપુરની એક નીચલી કોર્ટ સમય લંબિત ગુનાહિત કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપમુક્ત કરવાની ના પાડી દીધી હતી. FIRમાં અરવિંદ કેજરીવાલ પર જનપ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 125 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે, જે ચૂંટણીઓના સિલસિલામાં અલગ અલગ વર્ગો વચ્ચે દુશ્મની વધારવા સાથે સંબંધિત છે. જસ્ટિસ કે.એમ. જોસેફ અને જસ્ટિસ બી.વી. નારગરત્નાની પીઠે આ કેસ પર સુનાવણી સ્થગિત કરી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે એ જોતા પગલું ઉઠાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્થગન માટે એક પત્ર પ્રેષિત કરવામાં આવ્યો છે જેમાં તેણે પોતાનો જવાબ દાખલ કરવા માટે વધુ સમય માગ્યો છે. પીઠે કહ્યું કે, આ કેસને જુલાઇના ત્રીજા અઠવાડિયામાં સાંભળવામાં આવશે. ત્યાં સુધી મધ્યસ્થ આદેશ યથાવત રહેશે.
આ અગાઉ હાઇકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેન્ચે કહ્યું હતું કે એમ પ્રતીત થાય છે કે કેજરીવાલ ‘ખુદા’ના નામ પર મતદાતાઓને એ સારી રીતે જાણતા પણ ધમકાવી રહ્યા છે કે જો તેઓ ‘ખુદા’ શબ્દનો ઉપયોગ કરે છે તો અલગ-અલગ ધર્મોના મતદાતાઓના કેટલાગ ગ્રુપ ગંભીર રૂપે પ્રભાવિત થઈ શકે છે. પ્રથમ દૃષ્ટિએ એક વ્યક્તિ માટે જે એક રાજ્યના મુખ્યમંત્રી છે કોઈ પણ એવા વાક્ય કે શબ્દનું ઉચ્ચારણ કરવું સભ્ય નથી, જેનો કોઈ છુપાયેલો અર્થ હોય.

શું છે આખો મામલો?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ચૂંટણી રેલી દરમિયાન કથિત રીતે કહ્યું હતું કે, ‘જે કોંગ્રેસને વોટ આપશે, મારું માનવું હશે, દેશ સાથે ગદ્દારી હશે. જે ભારતીય જનતા પાર્ટી (BJP)ને વોટ આપશે, તેને ખુદા પણ માફ નહીં કરે. વકીલ વિવેક જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, અરજી કાયદાના કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલોને ઉઠાવે છે, જેમાં એ પણ સામેલ છે કે શું જનપ્રતિનિધિ અધિનિયમની કલમ 125 હેઠળ, કોઈ વીડિયો ક્લિપ કે કથિત ભાષણની પૂરી પ્રતિલિપિ વિના કેસ બનાવી શકાય છે?

