26th January selfie contest

દેશમાં પહેલીવાર ચુકાદો આપવામાં થયો 2 મહિનાનો વિલંબ, SCના જજે કોર્ટમા માંગી માફી

PC: indianexpress.com

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ B.R. ગવઈએ (B.R. Gavai) એક કેસમાં 2 મહિનાના વિલંબ બાદ ચુકાદો આપવા પર માફી માંગી છે. જસ્ટિસ ગવઈએ ન્યાયતંત્રમાં વિલંબિત ચુકાદાના કેસોમાં અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું. દેશના ન્યાયતંત્રના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ ન્યાયાધીશે મોડો ચુકાદો આપવા પર માફી માંગી છે. જસ્ટિસ ગવઈએ ચંદીગઢ સાથે સંબંધિત કેસમાં મોડો ચુકાદો આપવામાં આવતા ફક્ત માફી જ નથી માંગી પરંતુ પક્ષકારોને વિલંબ થવાનું કારણ પણ જણાવ્યું. જસ્ટિસ બી.આર. ગવઇ અને એમ.એમ. સુંદરેશ ચંદીગઢ શહેરમાં સિંગલ રેસિડેન્શિયલ યુનિટ્સને એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત કરવાના મોટા પાયે ચાલી રહેલા ચલણના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી એક અરજીના મામલામાં ચુકાદો આપી રહ્યા હતા.

જસ્ટિસ B.R. ગવઈએ કહ્યું કે, આપણે વિવિધ કાયદાઓની તમામ જોગવાઈઓ અને તેના હેઠળ જાહેર કરવામાં આવેલા નિયમો પર વિચાર કરવાનો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, આ કારણોસર 3 નવેમ્બર, 2022ના રોજ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો ત્યારથી લઈને તેને જાહેર કરવામાં બે મહિનાથી વધુ સમય લાગી ગયો. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, સ્થાઈ વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણની વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાની પણ જરૂર છે. કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસને ચંદીગઢના વિકાસના પહેલા તબક્કામાં પ્રથાને એકપક્ષીય રીતે આ પ્રકારની પ્રેક્ટિસની મંજૂરી આપવાથી તેના પર્યાવરણીય પ્રભાવની સાથે જ સંબંધિત વિસ્તારની વિરાસતની સ્થિતિને ધ્યાનમાં રાખતા જસ્ટિસ ગવઈએ ટિપ્પણી કરી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે ધારાસભા, એક્ઝિક્યુટિવ અને નીતિ નિર્માતા અવ્યવસ્થિત વિકાસને કારણે પર્યાવરણને થતા નુકસાન પર ધ્યાન આપે અને આ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લે, જેથી વિકાસ પર્યાવરણને નુકસાન નહીં પહોંચે.

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ 1985માં એક એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને મુખ્ય રૂપથી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં વકીલાતની પ્રેક્ટિસ કરી. તેમણે એક સરકારી વકીલ અને પછી મહારાષ્ટ્ર સરકાર માટે સરકારી અભિયોજક તરીકે કાર્ય કર્યું. જસ્ટિસ B.R. ગવઈને તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમના નામાંકન બાદ 2019માં સુપ્રીમ કોર્ટમાં બઢતી કરવામાં આવી હતી. તેમણે નવેમ્બર 2003 અને મે 2019ની વચ્ચે 15થી વધુ વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે પણ સેવા આપી. જો વરિષ્ઠતાનું પાલન કરવામાં આવે છે, તો જસ્ટિસ ગવઈ 14મેથી 24 નવેમ્બર, 2025 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરશે. મે 2019માં સુપ્રીમ કોર્ટમાં તેમની બઢતી બાદ જસ્ટિસ ગવઈએ 68 ચુકાદાઓ (મે 2022 સુધી) આપ્યા છે. આ નિર્ણયો ફોજદારી બાબતો, મિલકત, વીજળી, પરિવાર અને મોટર વાહન કાયદા સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp