એ 10 દલીલો જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત

PC: ndtv.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી આવેલા આ નિર્ણયે તેમના માટે સંસદના દરવાજા ખોલી દીધા છે અને એવું થઈ શકે કે તેઓ જલદી જ ફરી સંસદમાં નજરે પડે. જો કે, શુક્રવારની સાંજે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીની સભ્યતા રદ્દ કરવામાં માત્ર 24 કલાકનો સમય લાગ્યો. 24 કલાકમાં બધુ થયું. હવે જોઈએ ચાલુ ક્યારે કરે છે. કદાચ રાત સુધી કરી દે કે અત્યારે કરી દે. કેટલો સમય લે છે, અમે જોઈશું. હું એટલું કહીશ કે આ લોકોની જીત છે, આ નાગરિકોની જીત છે અને વાયનાડના લોકોની જીત છે.’

મોદી સરનેમ કેસમાં મોદી સમુદાય પર પણ મોટો સવાલ ઊભો થયો. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના બોલ્યા બાદ અભિષેક મનુ સિંધવીએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે, લગભગ 13 કરોડ લોકોનો સમુદાય છે, રાહુલ ગાંધીએ જે વાત કહી હતી, તેમાંથી કોઈ પણ માનહાનિ નાખી શકે છે. તે મોરલ turpitude છે. મેં સુપ્રીમ કોર્ટને કહ્યું કે 2 વર્ષની સજા મોરલ turpitude છે. આ ગુનો બે અંગત વ્યક્તિઓ વચ્ચે છે. કેરળ થી કાશ્મીર, આસામથી ગુજરાત કોઈ પણ ફરિયાદ કરી શકે છે, પરંતુ એવો કેવો સમુદાય છે કે માત્ર ભાજપનો વ્યક્તિ જ ફરિયાદ કરે છે.

રાહુલ ગાંધી મેટ્રોપોલિટન કોર્ટ તરફથી દોષી કરાર આપવાના નિર્ણય વિરુદ્ધ પહેલા સેશન કોર્ટ ગયા હતા, પછી હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ ગયા હતા. ગયા મહિને જ ગુજરાત હાઇ કોર્ટે અરજી ફગાવ્યા બાદ કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સેશન કોર્ટે દોષસિદ્ધિને પૂરી રીતે રદ્દ કરવાની અપીલ પર સુનાવણી કરી હતી. હવે વાયનાડથી સાંસદ રહેલા રાહુલ ગાંધી, મોદી સરનેમ કેસમાં સજા પર રોક લાગ્યા બાદ લોકસભામાં ફરવા તૈયાર છે. એવામાં એ સવાલ હતો કે સેશન કોર્ટ અને હાઇ કોર્ટમાં રાહુલ ગાંધીને રાહત ન મળી, પરંતુ સુપ્રીમ કોર્ટે કયા આધાર પર તેમને સજાથી રાહત આપી? આ સવાલના જવાબમાં 10 દલીલો છે જે રાહુલ ગાંધીના પક્ષમાં મજબૂત પહેલું બનીને આવી.

10 દલીલો જેમણે મજબૂત કર્યો રાહુલ ગાંધીનો પક્ષ:

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની મહત્તમ સજા થઈ, પરંતુ જજમેન્ટમાં મહત્તમ સજાનું કારણ બતાવવામાં આવ્યું નથી.

લોઅર કોર્ટ અને હાઇ કોર્ટે માન્યુ કે મોદી સરનેમવાળો 13 કરોડનો સમુદાય છે, પરંતુ નિર્ણય એવા વર્ગને પરિભાષિત કરવામાં નિષ્ફળ છે.

હાઇ કોર્ટે કેસને અત્યંત ગંભીર અને બર્ત્સનાવાળો ગુનો માન્યો, પરંતુ કેસ અસંજ્ઞય ગુનાનો છે. જામિની ગુનો છે તો એટલો ગંભીર કેમ બતાવ્યો?

લોઅર કોર્ટ અને હાઇ કોર્ટે માનહાનિના કેસને મોદી સમાજનું અપમાન માન્યું હતું, જો એક સમાજનું અપમાન થયું તો બધા ફરિયાદકર્તા ભાજપના વર્કર કેમ?

હાઇ કોર્ટે પોતાના નિર્ણયમાં વધુ નવો ગુનો જોડી દીધો જે આખા કેસનો હિસ્સો જ નહોતો.

ન્યાયિક પ્રક્રિયા દરમિયાન એવા સાક્ષી રજૂ કરવામાં આવ્યા જેમનું માનહાનિ કેસમાં કોઈ લેવું-દેવું નહોતું.

સંસદ સભ્યતા છીનવાવાથી રાહુલ ગાંધીના અધિકારો સાથે સાથે વાયનાડની જનતાના અધિકારોનું હનન થયું.

દોષસિદ્ધિમાં મોદી સરનેમ પર રાહુલના નિવેદનને ગેરઈરાદાવાળું માનવામાં આવ્યું, જ્યારે પોતે અરજીકર્તાએ રાહુલ ગાંધી ગેરઈરાદાનો આરોપ લગાવ્યો નહોતો.

રાહુલ ગાંધીને ટેવવાળા ગુનેગાર માનવામાં આવ્યા હતા, જ્યારે આ કેસને છોડીને 13 કેસોમાં અત્યારે ટ્રાયલ ચાલુ છે. કોઈમાં દોષી કરાર આપવામાં આવ્યા નથી.

જો કે, વધુ એક વાત સુપ્રીમ કોર્ટે કહી. કોર્ટે કહ્યું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે ભાષણમાં જે પણ કહ્યું એ સારું નહોતું. નેતાઓએ જનતા વચ્ચે બોલતી વખત સાવધાની રાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp