2000ની નોટ બદલવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમનો ઇનકાર

PC: ndtv.com

ઓળખ પત્ર (ID) દેખાડ્યા વિના 2,000 રૂપિયાની નોટ બદલવા વિરુદ્ધની અરજીને તાત્કાલિક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો કેસ નથી, જેની તાત્કાલિક સુનાવણી થાય. અરજીકર્તા ઉનાળાની રજા બાદ જસ્ટિસને સુનાવણીનો અનુરોધ કરે. આ અગાઉ દિલ્હી હાઇ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. અરજીકર્તા વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે નોટ બદલનારાઓની ઓળખ કર્યા વિના તેને બદલવાથી ભ્રષ્ટ અને દેશ વિરોધી તત્વોને ફાયદો થઈ રહ્યો છે.

29 મેના રોજ દિલ્હી હાઇ કોર્ટ તેને નીતિગત વિષય બતાવતા અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે.વી. વિશ્વનાથની બેન્ચ સામે પોતાની અરજી રાખતા અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી રહી હતી કે નિર્ણય માનમાનીપૂર્ણ છે. તેને મંજૂરી આપીને હાઇ કોર્ટે ખોટો સાબિત કરી દીધો, પરંતુ જજોએ અશ્વિની ઉપાધ્યાયની અપીલ પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 લાખ રૂપિયાથી વધુની રકમની 2,000 રૂપિયાની નોટ ભ્રષ્ટાચારીઓ, માફિયા કે દેશ વિરોધી શક્તિઓ પાસે હોવાની આશંકા છે.

એવામાં ઓળખપત્ર જોયા વિના નોટ બદલવાથી એવા તત્વોને ફાયદો થઈ રહ્યો છે. ભારતમાં આજે એવો કોઈ પરિવાર નથી, જેની પાસે બેંક અકાઉન્ટ નહીં હોય. એટલે 2,000 રૂપિયાની નોટ સીધી બેંક ખાતામાં જમા થવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોઈ વ્યક્તિ માત્ર પોતાના ખાતામાં જ નોટ જમા કરાવી શકે છે, કોઈ બીજાના ખાતામાં નહીં. દિલ્હી હાઇ કોર્ટમાં બહેસ દરમિયાન રિઝર્વ બેન્કે અરજીનો વિરોધ કેરો હતો. રિઝર્વ બેંક તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ વર્ષ 1981માં આવેલા આર.કે. ગર્ગ વર્સિસ ભારત સરકાર’ના કેસના નિર્ણયનો સંદર્ભ આપ્યો હતો.

તેમની દલીલ હતી કે, નાણાકીય અને મૌદ્રિક નીતિમાં કોર્ટ દખલઅંદાજી નહીં કરી શકે. ત્રિપાઠીએ કહ્યું હતું કે, નોટ જાહેર કરવી અને તેને પરત લેવાનો રિઝર્વ બેન્કનો અધિકાર છે. તેમાં કોર્ટે દખલઅંદાજી ન કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, 10 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન જાહેર કરીને કહ્યું હતું કે, 2000ની નોટ ચલણથી બહાર કરવામાં આવી રહી છે, જે હેઠળ લોકો બેન્કોમાં 2000ની નોટ જમા કરાવી શકે છે. બેન્કોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp