સુપ્રીમ કોર્ટનો નિર્ણય- મુસાફરોના સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની નથી

PC: moneycontrol.com

જો તમે વિચારી રહ્યો હોવ કે ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તમારા સામાનની ચોરી થવા પર રેલવે તમને તેના બદલે વળતર આપશે તો પહેલા આ સમાચાર વાંચી લેજો. સુપ્રીમ કોર્ટે એક નિર્ણય સંભળાવતા એ સ્પષ્ટ કરી દીધું છે કે, ટ્રેનમાં સામાન ચોરી થવા પર રેલવેની તેમાં કોઈ જવાબદારી નથી. રેલવેનું કામ ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. રેલવેની મુસાફરી દરમિયાન સામાનની સુરક્ષાની જવાબદારી માત્ર મુસાફરની છે. આ નિર્ણય સુરેન્દ્ર ભોલા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ તેના પર રેલવેની અપીલના કેસમાં આવ્યો છે.

મુસાફરનું કહેવું હતું કે, ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તેની એક લાખ રૂપિયાની રકમ ચોરી થઈ ગઈ હતી. આ કેસમાં તેણે ઉપભોક્તા કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ભારતીય રેલવેને એવો આદેશ આપવામાં આવ્યો કે, મુસાફરને એક લાખ રૂપિયાની રકમ વળતર તરીકે આપવામાં આવે. રેલવે આ નિર્ણયથી ખુશ નહોતું. તો તેણે તેની વિરુદ્ધ અપીલ કરી. રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે પણ રેલવેની અપીલ ફગાવતા સુરેન્દ્ર ભોલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ રેલવેએ આ કેસમાં સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય લીધો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડબલ બેન્ચે મુસાફરના પક્ષમાં આપવામાં આવેલા રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ અને રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના આદેશને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસાફરનો ખાનગી સામાનનો રેલવે દ્વારા આપવામાં આવતી સુવિધાઓ સાથે કોઈ લેવું-દેવું નથી. એ અમારી સમજથી બહાર છે કે કઈ રીતે ચોરીને કોઈ પણ સંદર્ભમાં રેલવે દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓમાં કમી તરીકે જોઈ શકાય છે. જ્યારે મુસાફર પોતે પોતાના ખાનગી સામાનની રક્ષા ન કરી શક્યો તો તેના માટે રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાપડ વેપારી સુરેન્દ્ર ભોલા 27 એપ્રિલ 2005ના રોજ કાશી વિશ્વનાથ એક્સપ્રેસની અનામત બર્થ પર મુસાફરી કરી રહ્યો હતો. કમરમાં બાંધેલી કપડાંની પેટીમાં એક લાખ રૂપિયા સાથે તે કપડાં ખરીદવા દિલ્હી જઈ રહ્યા હતા. 28 એપ્રિલના રોજ સવારે 3:30 વાગ્યે ઉઠવા પર તેણે જોયું કે કપડાંની પેટી અને પતલૂનનો જમણો હિસ્સો કપાયેલો છે. તપાસ બાદ તેને લાગ્યું કે, એક લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે. 28 એપ્રિલના રોજ ઉતરતા જ તેણે GRPમાં ફરિયાદ નોંધાવી. થોડા દિવસ બાદ જિલ્લા વિવાદ નિવારણ ફોરમ શાહજહાંપુરમાં એક ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp