
સુપ્રીમ કોર્ટે સોમવારે હેટ સ્પીચ અને હેટ ક્રાઇમને લઇને એક મહત્ત્વની ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધાર પર હેટ ક્રાઇમ માટે કોઇ જગ્યા નથી. સુપ્રીમ કોર્ટે નોએડામાં આપવામાં આવેલી હેટ સ્પીચના એક કેસની સુનાવણી કરતા આ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ કે.એમ. જોસેફની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. આ કેસ 62 વર્ષીય કાઝીમ અહમદ શેરવાની સાથે સંબંધિત છે, જે જુલાઇ 2021માં એક હેટ ક્રાઇમના શિકાર થઇ ગયા હતા.
ઘટના બાદ તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને તેના પર અત્યાચાર કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. તેમણે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ના પાડનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ એક્શન લેવાની માગ કરી છે. હેટ સ્પીચના વધતા કેસોને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, સમાધાન ત્યારે જ જોઇ શકાય છે જ્યારે તમે સમસ્યાને ઓળખશો. એ સિવાય કોર્ટે સવાલ કર્યો કે શું હેટ ક્રાઇમને ઓળખવામાં આવશે કે તેને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લઘુમતી કે બહુમતીની સ્થિતિની ચિંતા કર્યા વિના લોકો સાથે કેટલાક અધિકારી પહેલાથી જ મળેલા છે. તમે એક પરિવારમાં જન્મ લીધો અને મોટા થયા, પરંતુ આપણે એક સાથે એક રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ. તમારે તેને ગંભીરતાથી લેવું પડશે. તો પોલીસ પર લાગેલા નિષ્ક્રિયતાના આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એવા અધિકારી પોતાના કર્તવ્યમાં બેદરકારી રાખીને નહીં બચી શકે, આપણે એક ઉદાહરણ સ્થાપિત કરવું જોઇએ, ત્યારે જ આપણે વિકસિત દેશો બરાબર થઇ શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે 62 વર્ષીય વ્યક્તિએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે 4 જુલાઇના રોજ તેઓ નોએડાના સેક્ટર 37માં અલીગઢ જનારી બસની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે તેમને કેટલાક લોકોએ લિફ્ટ આપવાની રજૂઆત કરી. તેણે દાવો કર્યો કે, આ ગ્રુપના લોકોએ તેમની મુસ્લિમ ઓળખાણના કારણે તેમની સાથે અભદ્રતા કરી અને અત્યાચાર કર્યો. અને પોલીસે ધ્રુણ ગુનાની ફરિયાદ ન નોંધી.
આ ઘટના એ સમયે થઇ જ્યારે નોએડાથી અલીગઢ જવા માટે એક કારમાં સવાર થયા હતા. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એમ નટરાજે કહ્યું કે, આજકાલ હેટ સ્પીચ આસપાસ સામાન્ય સહમતી વધતી જઇ રહી છે. ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના નામ પર ધૃણ ગુના કરવાની કોઇ સંભાવના નથી. તેને જડથી સમાપ્ત કરવા પડશે અને તે સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે કે તે આ પ્રકારના કોઇ ગુનાથી પોતાના નાગરિકોની રક્ષા કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp