સૂરજકલી બોલી-અતિકે મારા પતિને મરાવી નાખ્યો, મેં પતિનું શબ પણ ન જોયું, 12 વીઘા...

PC: jansatta.com

અતિક અહમદ આજે જેલના સળિયા પાછળ છે. જે ગલીઓમાં એક સમયે માફિયા અતિકનો દબદબો બોલતો હતો, આજે ઉત્તર પ્રદેશ પોલીસ એ જ ગલીઓમાં હાથકડી નાખીને ફેરવી રહી છે અને તેના દ્વારા કરવામાં આવેલાઆ ગુનાઓનો હિસાબ લઈ રહી છે. અતિની આ હાલત જોઈને તેના દ્વારા સતાવેલા લોકો હવે તેની વિરુદ્ધ ખૂલીને સામે આવવા લાગ્યા છે. આ એવા લોકો છે, જેમની જમીન પર અતિક અને તેના માણસોએ બળજબરીપૂર્વક કબજે કરી લીધી હતી.

એવી જ એક પ્રયાગરાજની મહિલા સાથે એક ન્યૂઝ ચેનલે વાત કરી હતી. તેણે અતિકના ગુનાઓની એ કહાની બતાવી જેને સાંભળીને દરેક હેરાન રહી જશે. સૂરજકલી નામની મહિલાનો આરોપ છે કે, અતિક અને તેના માણસોએ તેની 12 વીઘાની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેના પતિને જીવતો ઉઠાવી લેવામાં આવ્યો. મહિલાનું એમ પણ કહેવું છે કે તેણે પોતાના પતિનું શબ પણ જોયું નથી. અતિકના ગુનાઓની કહાની એ છે કે જમીન પર કબજો કરવા માટે અતિક અને તેના ભાઈ અશરફે ગાડીથી ઉતરીને મહિલા પર ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી દીધી હતી.

જેમાં મહિલાની પીઠ પર ગોળીઓના નિશાન છે. મહિલા બતાવે છે કે, આ નિશાન અતિકના અત્યાચારના છે. ગોળીઓને ઓપરેશન કર્યા બાદ કાઢવામાં આવી હતી. સાક્ષી તરીકે મહિલાના ઘરના દરવાજા પર પણ ગોળીઓના નિશાન છે. મહિલાનું કહેવું છે કે, મારા એક વર્ષના છોકરાને પણ ગોળી લાગી હતી. પીડિત મહિલા સૂરજકલીનું કહેવું છે કે તેને પોતાની જમીન માટે લડતા 35 વર્ષ થઈ ગયા, પરંતુ તે પોતાની જમીન માટે છેલ્લા શ્વાસ સુધી લડતી રહેશે કેમ કે તે મારા પૂર્વજોની જમીન છે.

સૂરજકલી જ્યારે અતિકના ગુનાઓની કહાની કહી રહી હતી તો તેની આંખોમાં આંસુ આવી જતા હતા. તે કહે છે કે અમે પોતાના બાળકોને પણ ન ભણાવી શક્યા, પતિને પણ ગુમાવી દીધો, જમીન પર પણ કબજો થઈ ગયો. મારો દીકરો મજૂરી કરે છે. મારું સુખ ચેન અતિકે છીનવી લીધું. પીડિત મહિલાનું કહેવું છે કે હવે અતિકને ખબર પડી હશે કે દર્દ શું હોય છે. યોગી સરકારે કર્યું છે તે સારું કર્યું છે. તેનું કહેવું છે કે આ પ્રકારે ગુંડારાજ સમાપ્ત થઈ જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp